________________
૨૨૮ ]
ગુજરાતના ઇતિહાસ
અશાલા અને નાથને અ માલિક છે. અર્થાત્ શોભાયમાન થાય છે. ઘણા ખરા ઇતિહાસકારે માને છે કે આ મૂર્તિને ચંદ્રની પહેલી અને પંદરમી તિથિએ સ્નાન કરાવવામાં આવતું હતું અને એ સ્નાન ધામધૂમથી કરાવવામાં આવતું હતું; તેથી ચંદ્ર ઉપરથી એને સામનાથ” નામથી એળખવા લાગ્યા.૨
ફરિશ્તામાં શેખ ફરીદુદ્દીન અત્તારની એક શે'ર નકલ કરવામાં આવી છે :
“ લશ્કરે મહમૂદ અંદર સેામનાત, યાતન્ત આં ખુત કે નામશઃ ખૂદ્દનાત.” ( અર્થાત્ મહમૂદના લશ્કરે સેામનાથમાં એક સ્મૃતિ મેળવી જેનું નામ “નાથ” હતું. )
આ ઉપરથી એમ જણાય કે “સામનાથ” મંદિરનું નામ છે. અને “નાથ” મૂર્તિનું નામ છે; પરંતુ તમામ ઇતિહાસકારા મૂર્તિનું નામ “સામનાથ” જણાવે છે.
ફરિશ્તાનેા કર્તા આ બંને વાતને મેળવી લખે છે કે આ શબ્દ “સામ” અને “નાથ” મળીને બનેલેા છે. “સામ” એક પાદશાહનું નામ છે જેણે આ મૂર્તિ બનાવી હતી; અને “નાથ” એ મૂર્તિનું નામ રાખવામાં આવ્યુ હતું. ત્યારપછી આ બંને શબ્દો ઘણા ઉપયોગથી રૂઢ થઈ “હૈદરાબાદ”ની જેમ મળી ગયા અને પ્રચલિત થઈ મૂર્તિનું જ નહિ, પરંતુ મંદિર અને શહેરનું પણ એજ નામ પડી ગયું. હિંદી ભાષામાં આનું દૃષ્ટાંત ‘“જગન્નાથ” છે.
કાઠિયાવાડ ગેઝેટિયરમાં લખવામાં આવ્યું છે કે એ દિ પુરાણા જમાનામાં સૂર્યદેવતાનું હતું અને અહીંના હાકેમ સૂર્યવંશી ખાનદાનને! હતા. ત્યારપછી ચંદ્રવંશી ખાનદાનના એક મહાન રાજા સામરાજ ચાવડા વંશમાં થયા તેણે આ શહેર જીત્યું અને પેાતાની
૧. તારીખે અદાઉની-ક્લકત્તા-મહમૂદ વિશેનું પ્રકરણ ૨. તારીખે કાઉલ્લાહ, ભા. ૧
૧. તરજૂમએ તારીખે ફરિશ્તા, ભા. ૧, પ્રે॰ નવલકિશાર