________________
મુસલમાનોના હુમલા
[ ૨૪૯ ૪. દુનિયામાં કોઈ બહાદુર મહત્ત્વાકાંક્ષી શખ્સ થયો નથી જેણે પોતાની સત્તા વધારી નહિ હેય. સિકંદર, જુલિયસ સીઝર, રઅમસીસ, (ફર મિસરના પાદશાહનો ઈલકાબ), નેપોલિયન, કૈખુલ્સવ, દારા, નવશીરવાન, અફરાસિયાબ, વિક્રમાદિત્ય, અશોક, કનોજનો હર્ષ, શિવાજી, રણજીતસિંહ; ટૂંકમાં દુનિયાના કોઈ પણ રાષ્ટ્રમાં જ્યારે કઈ પણ બહાદુર, સત્તાવાળા પુરુષ પેદા થયો હોય ત્યારે તેણે રાજ્યને વિસ્તૃત કરવું એ જ પિતાની ફરજ સમજી લીધી હતી. સુલ તાન મહમૂદ ગઝનવી પણ એવો જ મહત્ત્વાકાંક્ષી બહાદુર શમ્સ હતો જે ખામોશ બેસી રહે એ અસંભવિત હતું. જ્યારે તે તખ્તનશીન થયો ત્યારે તેની સતત એક એવી જગ્યા ઉપર હતી કે જેની ત્રણ બાજુ ઉપર ઇસ્લામી મુકે હતા. બુખાર, ખીવા, અને તુર્કસ્તાન તેના ખાનદાનના રાજ્યર્તાઓ (સામાની ખાનદાન) પાસે હતાં. તેમની સાથે બગાડવું એ અપકાર કર્યા બરાબર ગણતો હતો. ફાસથી માંડી ઈરાક અને બગદાદ પયંત બુવયે ખાનદાનને સિતારો ચમકતો હતો. ટૂંકમાં હિંદુસ્તાન અને ચીન સિવાય આસપાસમાં કોઈપણ એવો મુલ્ક ન હતો જ્યાં તેની બહાદુર જેને પિતાનું પાણી બતાવવાનો મોકો મળી શકે. કર્મસંજોગે એવું બન્યું કે જયપાળ અને અનંગપાળને લઈને વારંવાર એને હિંદુસ્તાનમાં આવવું પડ્યું, તેને ઇરાદો લંકા અને સિયામ પર્યત પિતાની ફતેહોનો ઝંડો ફરકાવવાને હતો. નજીકને રસ્તે લેવો તેને માટે જરૂરી હતું. ગઝનાથી લંકા પર્યતને રસ્તે જ ગુજરાત જવા માટે ઓછામાં ઓછો ભય ભરેલો હતો. તે ધ્યેય હાંસિલ કરવાને એ કામ પહેલું આપવું જરૂરી હતું. આ કારણથી તેણે ગુજરાત ઉપર ચડાઈ કરી અને કામિયાબ થઈ પાછો આવ્યો.
૫. સૌથી મહત્ત્વની બાબત તો એ હતી કે સુબુક્તગીનના ૧. તારીખે ફરિતા–સોમનાથ અને મહમૂદ ગઝનવી વિશેનું પ્રકરણ