________________
૨૫૬] .
ગુજરાતનો ઇતિહાસ આસમાન સાથે વાત કરી રહ્યું છે. તેનો પાયો સમુદ્રને લાગેલો છે, કટ ઉપર ઠેકઠેકાણે ચેકી પહેરાની વ્યવસ્થા છે. મહમૂદ ગઝનવીની લાગલગટ હિંદ ઉપરની ચડાઈઓને લઈને લગભગ મોટા ભાગના લકે તેના નામથી વાકેફ હતા. તેની તાબેદારી સ્વીકારી તેને માર્ગ આપવામાં આવ્યો હોત તે સોમનાથને કોઈપણ જાતનું નુકસાન પહોંચ્યું ન હોત. પરંતુ ગઝનવી ફેજની ખબર સાંભળી મનાથના લેક એકદમ કિલાબંદ થઈ ગયા. પ્રથમ તો ઘણાખરા લેકે ઉપર ચડી તમાશે ભાળતા રહ્યા અને કાસિદો મારફતે પયગામ શરૂ કર્યા. કસિદોએ ધમકી બતાવવાને યુક્તિપ્રયુક્તિ અજમાવી, પરંતુ સુલતાન ધમકીથી ડર્યો નહિ અને તેણે કિલ્લાનો ઘેરો શરૂ કર્યો અને સખ્તાઈ કરી કિલ્લાની અવરજવર બંધ કરી દીધી, તેથી પૂજારી બ્રાહ્મણને બહુ તકલીફ વેઠવી શરૂ થઈ અને તેમના રોજના કાર્યક્રમમાં ફેરફાર થઈ જવાથી ઉશ્કેરાઈ જઈ કિલાના કેટ ઉપર આવ્યા, અને બૂમ અને ચીસ પાડીને કહેવા લાગ્યા કે “અમારા મહાન સોમનાથજી તમને કદાચ એ કારણથી અહીં લાવ્યા છે કે જેથી તમને લૂંટ. જો તમે તમારી સલામતી ચાહતા હે તે સત્વર પાછા જાઓ, નહિ તો તમારે માટે જીવતા રહેવાની કોઈ આશાનું કિરણ નજરે પડતું નથી. હિંદુસ્તાનમાં જે જે મૂર્તિઓ તોડી છે તેને બદલે લેવામાં આવશે.” મહમૂદના સૈનિકોએ બ્રાહ્મણોની ચીમકી ધમકી અને શાપનો જવાબ એટલાં બધાં તીરથી આપ્યો કે તમામ કેટ ઉપર નાસી છૂટયા અને સોમનાથની મૂર્તિ આગળ ઘૂંટણીએ પડી ગળગળા થઈ કાલાવાલા કર્યા. ફોજના માણસો ફસીલ ખાલી ભાળતાં દેરડું નાખી ઉપર ચડ્યા અને “અલ્લા હો અકબર"ના બુલન્દ નાદથી તેમની હાજરીને ખ્યાલ આપો. કિલ્લાના રક્ષક રજપૂતને હરગિઝ એ વિચાર આવ્યો ન હતો કે આટલી આસાનીથી મુસલમાને કેટ ઉપર ચડી જશે. તેઓએ આ જાણું બેહદ જુસ્સામાં આવી એક એવો ઝબરદસ્ત પ્રતિ-હુમલે કર્યો કે ઘણાખરા મુસલમાન માર્યા