________________
મુસલમાનોના હુમલા
[ ૨૫૭ ગયા, અને બાકીના ફોછ આદમીઓને પાછા ફરવું પડ્યું. બીજે દિવસે સવારથી માંડી સાંજ પર્યત એક પછી એક મુસલમાનોએ હુમલા કર્યા અને નિસરણ મૂકી મૂકીને વારંવાર કાટ ઉપર ચડવાની કોશિશ કરી, પરંતુ કામિયાબ ન થયા. મુસલમાનેએ દુશ્મનેને બહાર કાઢી મેદાને પડી જંગને ફેંસલ કરી દેવાની કોશિશ કરી, કારણ કે મુસલમાનોને કોઈપણ તરફથી કુમકની આશા ન હતી, પરંતુ કિલ્લાબંદ ફોજને આસપાસના પાડોશીઓની મદદની પૂરી આશા હતી. જેમકે સોમનાથના કિલ્લાને હાકેમ કુમારપાળ, તે બનેવી માંગરોળના હાકેમ જયપાળની અતિ રાહ જોઈ રહ્યો હતો, તેથી તે લડાઈને લંબાવવા ચાહતો હતે. મુસલમાનોની ઉશ્કેરણીથી અંદરના માણસો બહાર નીકળ્યા અને સાંજ સુધી બહાદુરીથી જાન ગુમાવતા રહ્યા. તેઓ ગુસાના જેશમાં વધુ ને વધુ હુમલા કરતા હતા, પરંતુ મહમૂદની અનુભવી ફોજ એયબકખાનની પહાડી કે જેને પણ તુર્કસ્તાનમાં શિકસ્ત આપી ચૂકી હતી તે તેમને સમશેરના પાણીથી ઠંડી પાડી દેતી. દુશમનની ફોજે ઓચિંતે હુમલે કરી, ચેકીપહેરાની ફોજની કતલ કરી અને કામિયાબ થઈ પછી ગઈ૩ મહમૂદ ભીમદેવની પૂઠ પકડી અહીં સુધી આવ્યા હતો. સોમનાથના લેકેની રુકાવટને લઈને ભીમદેવને મોકો મળ્યો. તેણે તમામ સૌરાષ્ટ્રના રાજાઓને સેમિનાથના રક્ષણ માટે તૈયાર કર્યા. ત્રીજે દિવસે બંને બાજૂ તરફથી જંગની તૈયારી થઈ રહી હતી તે વખતે એક નવો જ ફણગો ફૂટયો; અર્થાત સૌરાષ્ટ્રના નાના નાના ઠારો સોમનાથનું રક્ષણ કરવાને હાજર થયા અને એ સમયે ગુજરાતના સમ્રાટ ભીમદેવને પણ એક ફોજ તૈયાર કરવાનો મોકો મળ્યો. એક મહાન ફોજ લઈ તે સોમનાથ પહોંચ્યા. એ
૧. કિસએ મહમૂદશાહ મંગરેલી ૨ ફરિસ્તા ભા. ૧
૩ રિસાએ મહમૂદશાહ મંગરોલી. ૧૭