________________
૨૫૦ ]
ગુજરાતને ઈતિહાસ છેવટના સમયમાં અને મહમૂદના શરૂઆતના હુમલા દરમિયાન જયપાળ અને અનંગપાળે મુસલમાનની સામે હિંદુસ્તાનના મેટા મોટા રાજાઓની સાથે થઈ હુમલો કર્યો અને આખરે હાર ખાધી. મહમૂદની લડાઈ ફક્ત અનંગપાળ સાથે હતી. બીજાઓ સાથે એને કંઈ સંબંધ ન હતો. ત્યારપછી મહમૂદ સામે કારણ વગર અનંગપાળા સાથે થઈ કનોજ, મીરત, મથુરા, મહાવન, કાલિંજર, અજમેર અને ગ્વાલિયરના રાજાઓએ ચડાઈ કરી.
કુદરતી રીતે આ વાત મહમૂદને પસંદ ન પડી. જાણે કે આ રાજાઓએ કારણ વગર મહમૂદને લડાઈ માટે નિમંત્રણ આપ્યું હોય એમ હતું. મહમૂદે પણ એક પછી એક એમ બધા પાસેથી બદલે લીધે. ઉત્તર હિંદુસ્તાનથી અજમેર, માળવા, અને ગુજરાત બિલકુલ અલગ હતાં. આ કારણથી આ ત્રણેને શિક્ષા કરવાને પૂરેપૂરી કાળજી તેમજ સંપૂર્ણ તાકતસર એવા રસ્તે આવ્યું કે તેમને આપસમાં મળવાનો તેમજ સામનો કરવાને મોક્કો ન મળે. અને એ જ પ્રમાણે થયું.
૬. એ તમામ રાજાઓ (અર્થાત અજમેર, માળવા, અને ગુજરાત)માં સૌથી વધારે મગરૂર તેમજ દોલતમંદ ગુજરાતને રાજા, હતો. તેથી અજમેરના રાજાએ પલાયન થવાનું પસંદ કર્યું ત્યારે એનું પાયતખ્ત લૂંટવું એ એક સંપૂર્ણ બોધપાઠ ગણવામાં આવ્યો. પરંતુ ગુજરાતના રાજાના હાથ નીચે સંખ્યાબંધ ઝબરદસ્ત રાજાઓ હોવાના કારણથી મહારાજા તરીકેની તેની હેસિયત હતી તેથી તેની રાજધાની પર્યત પહોંચવું અને લૂંટી લેવું કાફી ન હતું.
છે. એ જ આધારે એમ પણ દાવો કરી શકાય છે કે ખાસ કરીને સોમનાથ ઉપર જ હુમલે કરવાની મહમૂદની કંઈ પણ નિયત ન હતી, પરંતુ તેની અસલ ઇચ્છા ગુજરાતના રાજા પાસેથી અવેજ લેવાની હતી, તેથી અણહીલપુર પાટણ પહોંચ્યો પણ દુશ્મન ન મળે,