________________
મુસલમાનોના હુમલા
[૨૪૧ લંકાથી હાથી, અને અરબસ્તાનના ઉત્તમ ઘોડા વેપારઅર્થે સોમનાથ લાવ્યાં હતાં તેમને ક્ષેમરાજ ચાવડાએ લૂંટી લીધાં હતાં, આથી મુસલમાનોના જાનમાલની હિફાઝત માટે સોમનાથ અને કચ્છ ઉપર હુમલો કરી તેમનાં કેન્દ્રસ્થળે તેડવાની જરૂર પડી. લુટારુઓએ સોમનાથ જ પિતાનું સ્થળ એ કારણથી બનાવ્યું હતું કે ત્યાં તેઓને ગુપ્ત વેશમાં રહેવાની ઉત્તમ સગવડ હતી. સમુદ્રમાં લૂંટ ચલાવતા હતા, ત્યારપછી મંદિરમાં આવી પવિત્ર પૂજારીઓ સાથે સામેલ થઈ જતા હતા. કચ્છની પસંદગી તેઓએ એ કારણથી કરી હતી કે જે જમીન ઉપર તેઓ હુમલો કરે તો સમુદ્રમાં ભાગી જઈ શકાય અને સમુદ્રમાંથી હુમલે કરી કચ્છના રણમાં જઈ આશ્રય લઈ શકાય.
મારા ખ્યાલ મુજબ એક એતિહાસિક કારણ એ પણ સંભવિત છે કે જે કે એક સ્વતંત્ર મીજાજી અમલદાર જુનૈદ (ઈ. સ. ૭૨૫ હિ. સ. ૧૦૭) સિવાય કોઈ બીજા મુસલમાને ગુજરાત ઉપર મહમુદની પહેલાં હુમલો કર્યો ન હતો, પરંતુ વલ્લભરાયના રાજમાં મુસલમાને અતિ આરામથી રહી શકતા હતા, તેથી પુષ્કળ મુસલમાને ત્યાં વસવાટ કર્યો હતો. આથી રાજાને બહુ ફાયદો થતો હતો. અને વળી ગુજરાતના રાજાઓને વલ્લભરાયના ખાનદાન સાથે રાજકીય અને ધાર્મિક અદાવત હતી, તેથી તેમને એ જોઈ જોઈને અદેખાઈ આવતી હતી, એ કારણથી તે મુસલમાનોના કટ્ટા દુશ્મન થયા હતા. જેમકે સુલેમાન સયરાણી નામના બસરાના વેપારીએ ત્રીજી હિજરી સદીની શરૂઆતમાં હિંદુસ્તાનની મુસાફરી કરી હતી તે પોતાના સફરનામામાં જ્યાં ગુજરાતની પરિસ્થિતિનું વર્ણન કરે છે તેમાં લખે છે કે “ગુજરાતનો રાજા મુસલમાનોને કટ્ટો દુશ્મન છે અને હિંદુ રાજાઓમાં તેનાથી વધે એ કઈ બીજે ઇસ્લામને શત્રુ નથી.”૧
૧. સિલલિતુત તવારીખ, પૃ૦ ૨૮ (છપાયેલ પરિસ)માં જણાવવામાં આવ્યું છે કે હિંદુસ્તાનમાં એનાથી મોટે ઇસ્લામને કઈ બીજે દુશમન નથી..