________________
૨૪ર .
ગુજરાતને ઈતિહાસ ત્રીજી હિજરી સદીની મધ્યમાં અબુ ઝયદુલ હસન સયરાણીએ આ મુલ્કમાં સફર કરી, તેણે પણ લગભગ ઉપર મુજબનો જ અભિપ્રાય લખે છે, એટલે કે ગુજરાતના રાજાને મુસલમાનો સાથે સખત અદાવત છે.
ચોથી હિજરી સદીની શરૂઆતમાં મસઉદી ગુજરાતમાં આવ્યા હતું. તે કહે છે કે “ગુજરાતના રાજાને મુસલમાનો તરફ સખ્ત નકત છે અને મુસલમાનોનો એ કટ્ટો દુશ્મન છે.” - પાંચમી હિજરી સદીની શરૂઆતમાં બીરૂની આવ્યો હતો તેનું
ખ્યાન ઉપર આવી ગયું છે. એ લખે છે કે “કચ્છ અને સોમનાથ દરિયાઈ ચાંચિયાઓનું આશ્રયસ્થાન છે અને સાધારણ રીતે અરબનાં જહાઝો લૂંટવામાં આવે છે અને ગુજરાતને રાજા એના અટકાવ માટે કંઈપણ કરતું નથી, કારણ કે મુસલમાન સાથેની અદાવત વંશપરંપરા ઊતરી આવેલી છે. એક વરસ પસાર થયાં હોવા છતાં એ રાજાઓની દુશ્મનાવટ ચાલુ છે.” ટૂંકમાં મુસલમાન સાથેનું ગુજરાતી રાજાઓનું દ્વેષભર્યું વર્તન છાનું રહે એમ ન હતું. પરંતુ એ વાત તે વેપારીઓ અને મુસાફરો મારત તમામ ઇસ્લામી દુનિયામાં જાહેર થઈ ગઈ હતી. મહમૂદ પણ એનાથી અણજાણ ન હતો. સંભવિત છે કે બખમાં શિકાયત કરનાર મુસલમાન વેપારીઓ પણ હય, જેમણે પિતાના હેતુ પાર પાડવામાં કામિયાબી હાંસિલ કરવાને ધાર્મિક દખલ ઊભી કરી છે. અને સામાન્ય વર્ગના લોકોના ઉપર છાપ પાડવામાં બહુધા એ જ માર્ગ વધારે ફળીભૂત થયો છે. તેથી મહમૂદને પણ મુનાસિબ લાગ્યું કે એક વખત ફરીથી હિંદુસ્તાનમાં જઈ પિતાનો પ્રભાવ પ્રદર્શિત કરે અને આમ મુસલમાનોની ફરિયાદ દૂર કરે.
૩. જે સમયે મહમૂદ ગઝનવી ગુનામાં હકૂમત કરતે હતો ત્યારની ઈસ્લામી જગતની પરિસ્થિતિ ઉપર પણ એક સરસરી નજર નાખવાની હું ઈચ્છા રાખું છું, કે જેથી તેનું ગુજરાતમાં આવવાનું કારણ સાફ રીતે ધ્યાનમાં આવી જાય.