________________
૨૪૬ ]
ગુજરાતના ઇતિહાસ
આ અવતરણ ઉપરથી એમ માલૂમ પડે છે કે સિધ ઇસ્માઇલી હુકૂમતના તાબામાં સીધી કે આડકતરી રીતે હતું. આ બાજુ જીવયે ખાનદાનની સ્થિતિ એવી હતી કે બગદાદના ખલીફાઓને શેતરંજ (ની રમત ) ના શાહની જેમ ઉડાડી મૂકતા હતા તેમજ મેસાડતા હતા, અને જાહેર રીતે કાષ્ટ એવી સત્તા ન હતી જે બગદાદના ખલીફાઓને મદદ કરે અને મુવયે ખાનદાનના પંજામાંથી મુક્ત કરે. બીજી બાજૂએ મિસરનાં ફાતિમી ખાનદાનના લેાકેા પેાતાની હકૂમત અને અસરના દાયરા દિવસે દિવસે વિસ્તૃત કરતા હતા. હાકેમ એઅપ્રિલા ઈ. સ. ૯૯૬-૧૦૨૦ (હિ. સ. ૩૮૬-૪૧૧ ) પોતાના છૂપા એજટા મારફત ફક્ત મિસર, સિરિયા, મા, બહરીન, એટલું જ નહિ પરંતુ ગુજરાત, મુલતાન, અને ખુસસાન પયત પોતાનું કાય કરવામાં ફળીભૂત થયા હતા. ઝાહેર લેિિનલ્લાહના સમયમાં ખુરાસાનના હાજીએ તેને મળવાને મિસરી ગયા હતા અને ખિલાતનું માન પામી પાછા આવ્યા.
વાતને સારાંશ એ છે કે મહમૂદ ગઝનવીએ તખ્ત ઉપર પગ મૂક્યા ત્યારે ઈસ્લામી દુનિયાની આ હાલત હતી, તે સમયે ગઝના ગાર અને તુર્કસ્તાનને ફક્ત એક ઈલાકા હતા જ્યાં ઇસ્માઈલી હજુ પહેાંચ્યા ન હતા. બગદાદના તખ્ત ઉપર કાદિર બિલ્લાહ ખલોફ હતે. તે જીવયે ખાનદાનના રક્ષણ હેઠળના એક કેદી થયા હતા, પરંતુ જીવયે ખાનદાન માંહેામાંહેની તકરારને લઈને મજોર થઈ જવાથી તેણે ફરીથી અબ્બાસીએની સત્તા કાયમ કરવાની ઇચ્છા કરી. એ માટે પ્રથમ ફાતિમી ખાનદાનની સત્તા તેાડવી જરૂરી હતી.
-ઇસ્માઈલીઓને! એવેલ દાવેા છે કે મુલતાન અને સિંધમાં અમારી હકૂમત હતી અને નહિ કે કતીઓની. ગઝનવી અને ઘેરીએ અમારી પાસેથી સલ્તનત છીનવી લીધી. સુમરા કામ અમારા ધર્મને જ માનતી હતી.' મે ગુજરાતીમાં ઇસ્માઈલીએ . ( વહેરા ) ની દાવતને ઇતિહાસ એક અલગ રિસાલામાં લખ્યા છે.
-