________________
મુસલમાનોના હુમલા
[૨૪૫ ખલીફાઓનો ખુઓ એક સાલ પર્યત પઢવામાં આવ્યો. અને આવી રીતે આફ્રિકાથી માંડી ખુરાસાન પર્યત ઈસ્માઈલીઓની રાજકીય જાગૃતિ તેમજ બુવયે ખાનદાનની લીલી કોશિશ (અબાસીઓની વિરુદ્ધ)ને લઈને અબ્બાસી ખલીફા લગભગ ખતમ થઈ ગયા હતા. ઈ. સ. ૯૭૦ (હિ. સ. ૩૬ ૦ ) માં અઝદુદૌલા જ્યારે યુવરાજ હતા ત્યારે તેણે ફિરમાન જીતી મકરાણને પણ કબજે લીધે. તે સમયે બલુચિસ્તાનનો મોટો ભાગ સિંધમાં ગણતો હતો. તેથી મકરાણ અને સિંધ એકબીજાના પાડોશી હતા. મકરાણની ફતેહ થઈ ત્યારે સિંધીઓ પણ ગભરાયા હતા. ખલીફાઓની સાથે સાથે તેનું નામ પણ તેઓ ખુલ્લામાં પઢવા લાગ્યા. વળી એક પ્રતિનિધિમંડળ પણ (અઝદુદ્દદૌલાના પાયતખ્ત) શીરાઝમાં સિંધીઓએ મોકલ્યું, જે તેમના હેતુ પાર પાડવામાં કામિયાબી મેળવી પાછું આવ્યું. જેમકે અલામા મુકદ્દશી પિતાના સફરનામામાં લખે છે કે –
અહીં (મસૂરા-સિંધમાં) કેટલાક દિવસથી અઝદુદ્દૌલાનું નામ ખુલ્લામાં રાખવામાં આવ્યું છે. અને હું શીરાઝ પહોંચ્યો ત્યારે મજૂરાનો કાસિદ અઝદુદ્દૌલાના પુત્રની પાસે આવ્યો અને તેને મુલાકાત આપવામાં આવી.
મુલતાનમાં ફાતિમી ખલીફાઓના ખુલ્લા જારી છે. અને અહીં કાઈ હુકમ મિસરના ફાતિમી ખલીફાઓની મંજૂરી વગર બહાર પાડવામાં આવતો નથી. મુલતાનના લોકોની ભેટ અને કાસિદોની વ્યવસ્થિત રીતે આવજાવ થાય છે. અહીં ઈસ્માઈલી (ફાતિમી ખલીફાઓ)ની એટલી બધી અસર છે કે તેમની પરવાનગી સિવાય કઈપણ શમ્સ મુલતાનના તખ્ત ઉપર બેસી શકતો નથી.”
- ૧. સિંધના બે ભાગ હતા; એકનું મુખ્ય શહેર મુલતાન હતું, જેની હદ કારમીરને મળતી હતી. અને બીજાનું મુખ્ય શહેર મજૂરા હતું, જેમાં બલુચિસ્તાનનો એક ભાગ શામેલ હતો.
૨. સફરનામા અલામાં બગ્ગારી મુદ્દશી–પુરેપ સિંધ પ્રકરણ