________________
મુસલમાનેાના હુમલા
[ ૨૨૯
ચાદગીરી કાયમ રાખવા તેણે એક મહાદેવનું મંદિર બનાવ્યું. અને તેનું નામ “સામનાથ” રાખવામાં આવ્યું; અને એ જ નામથી તે પ્રખ્યાત થયું. એટલે સુધી કે મૂર્તિ', મંદિર, અને શહેરનું પણ એ જ નામ રાખવામાં આવ્યું.૧ ઉપરની વાતા ઉપર વિચાર કરવાથી એમ માલૂમ પડે છે કે ચંદ્રવંશી ખાનદાનના કાઇ શબ્સે યાદગારી તરીકે એ બંધાવ્યું હશે. એના બંધાવનાર તેમજ સમય વિશે, તવારીખમાં કંઈ મળતું નથી. મહાભારતમાં પણ એ વિશે ક ંઈ ઉલ્લેખ આવતા નથી. ખીરની કહે છે કે ચંદ્રોદય અને ચદ્રાસ્ત સમયે જ્યારે ભરતી આવે છે ત્યારે લિંગ પાણીમાં ડૂબી જાય છે. બપોરે અને રાત્રે જ્યારે એટ થાય છે ત્યારે તે બહાર નીકળી આવે છે. જાણે કે ચંદ્ર એને નડાવવા માટે નાકર છે. એ જ કારણથી લોકોએ એના ચાંદ સાથે સંબધ ગણ્યા છે. અર્થાત્ ‘સામનાથ’ (ચંદ્રના માલિક) નામ આપ્યું. (પૃ૦ ૨૫૩, છપાયેલ યુરા). મારી ધારણા મુજબ વલભીપુરના રાજાએ નાસભાગ કરી જ્યારે સામનાથ આવ્યા અને કેટલાક સમય માટે એને રાજધાની બનાવી તે વખતથી એની ચડતી શરૂ થઈ. વલભીનું ખાનદાન પાછું ગયું તે તેમના પછી ચાવડા રાજા આવ્યા, જે કેટલાક દિવસે બાદ ખુમુખ્તાર થયા અને
ત્યારપછી સામનાથથી પંચાસર ગયા. આથી હું માનું છું કે સામનાથની ચડતીને સમય ઈ. સ. ૯૦૦ (હિ. સ. ૧૮૮)થી માંડી ઈ. સ. ૧૦૦૦ (હિ. સ. ૩૯૧) પર્યંતનેા છે. તે દરમિયાન વલભીના કેટલાક રાજાએ (જે બૌદ્ધ ન હતા) એ અને ત્યારપછી સાલકી વશે તેની ઉન્નતિ કરવામાં મોટા ભાગ ભજવ્યા. તેમની ઉદારતાથી અને જાત્રા માટે ત્યાં જવાથી મ ંદિર માલદાર થઈ ગયું, એટલું જ નહિ પરંતુ સામાન્ય લેાકનું આશ્રયસ્થાન બન્યું. ખાસ કરીને મૂળ
૧. ચાવડા ખાનદાન. ચાવડા ન તા સૂવ`શી હતા કે ન તા ચ'દ્ભવ'શી હતા, પરંતુ સિંધથી આવેલા ગુજર હતા; તેથી એ સામરાજ કોઈ આ ખાનદાનના હરશે.