________________
૨૩૬]
ગુજરાતનો ઇતિહાસ ગીરી તરીકે જરૂર ત્યાં કંઈ બનાવ્યું હશે.' - ભીમદેવ (અવસાન ઈ. સ. ૧૦૩૨, હિ. સ. ૪૬૫)ના શરૂ આતના સમયમાં સુલતાન મહમૂદ ગઝનવીએ અણહીલવાડ જીત્યું. અને ભીમદેવની પૂઠ પકડી સેમિનાથ આવ્યો; ત્યાંના લેકેએ કિલ્લામાં હી મુકાબલે કર્યો, જેનું વર્ણન વિગતવાર અહીંથી શરૂ થાય છે. ગુજરાત અને રાષ્ટ્ર ઉપર ચડાઈ કરવાનાં કારણ
મહમૂદ ગઝનવીના હુમલા વિશે વિચાર કરવા જેવી એ બાબત છે કે કયા કારણથી તેણે ચડાઈ કરી. સામાન્ય ફારસી ઇતિહાસમાં નીચે પ્રમાણેની વાતો લખી છે: * (1) યમીનુદ્દૌલા સુલતાન મહમૂદ ગઝનવી (ઈ. સ. ૧૨૪ હિ. સ. ૪૧૫ )માં જ્યારે ગન પાછો પહોંચે ત્યારે બાતમીદારેએ ખબર આપી કે હિંદુઓની માન્યતા છે કે આત્મા બદનથી જુદો થઈ સોમનાથની ખિદમતમાં હાજર થાય છે. ત્યારપછી સોમનાથ જે આત્માને જે શરીરને લાયક સમજે છે તેને પુનર્જન્મરૂપે હવાલે કરે છે. એમ પણ કહેવાય છે કે સમુદ્રની ભરતી તેમજ ઓટ સોમનાથની પૂજા માટે છે. અને મહમૂદ જે મૂર્તિઓ હિંદુસ્તાનમાં તેડી આવ્યું છે તેનાથી સોમનાથ નારાજ હતા; તેથી જ તેને કંઈ પણ મદદ કરવામાં આવી ન હતી; તે મજાલ છે કે તેના તરફ કઈ મેં ફેરવે ? આંખના એક પલકારામાં વિનાશ થઈ જાય.'
છે આ ખબર સાંભળી સુલતાનને બહુ લાગી આવ્યું. વળી તેને એમ પણ થયું કે હિંદુસ્તાનનની મોટી મોટી મતિઓ ઉથલાવી નાખી છતાં સામાન્ય હિંદુ લેકેના વિચારમાં કંઈ પણ ફેર નથી
૧. મૂળરાજ સેમિનાથ ગયો હતો અને પાછા ફરતાં તેણે ગુજરાતમાં સોમનાથના સંખ્યાબંધ મંદિર બંધાવ્યાં હતાં. [ ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, ૫૦ ૧૫૬, ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ] - ૨. ફરિશ્તા, ભા૧