________________
મુસલમાનોના હુમલા
[૨૨૭ નીચે મુજબ છેઃ “દયાળુ અને ઉદાર ખુદાના નામથી શરૂ કરું છું. મક્કા અને મદીનાની હજ કરનાર હઝરત બાબા હાજી મહમ્મદ મંગલેરીને પવિત્ર રોજે અબદુલ્લાખાન બિન અલીએ હિ. સ. ૧૦૦૩ (ઈ. સ. ૧૫૯૪)ના મેહમુલહરામની ૧૨મી તારીખે બંધાવ્યો.” આ શિલાલેખ ઉપરથી એટલું જણાય છે કે અબ્દુલ્લાખાન બિન અલીએ આ રજે હિ. સ. ૧૦૦૩માં બંધાવ્યો; પરંતુ એ શિલાલેખ ઉપરથી કંઈ ચોક્કસ જણાયું નહિ કે તેણે રોજે બંધાવ્યો હતો કે તેની મરામત કરાવી તેમાં વધારો કર્યો હતો. કોઈપણ રીતે એ અકબરના જમાનાને શિલાલેખ છે. (ઈ. સ. ૧૫૯૪)
સેમિનાથ મંદિર સોમનાથ મંદિરની ઈમારત વિશે ઘણી વાત છે. હિંદુઓની દેવદેવીઓ વિશેની વાતમાં એક નીચે પ્રમાણેની પણ છેઃ દક્ષ નામના એક અર્ધદેવ હતા. તેનું કાર્ય પેદા કરવાનું હતું. તેને પચાસ પુત્રીઓ હતી, જેમાંની સતાવીસનાં લગ્ન ચંદ્ર સાથે થયાં હતાં, પરંતુ ચંદ્ર ફક્ત એકને જ ચહાતો હતો. આ જોઈ બાકીની પુત્રીઓએ તેમના બાપ કને જઈ ફરિયાદ કરી. બાપે ચંદ્રનું આ બાબત તરફ ધ્યાન ખેચ્યું. પરંતુ ચંદ્ર એ વિશે કંઈ પણ લક્ષમાં લીધું નહિ; તેથી ચંદ્રને શાપ દેવામાં આવ્યો. આથી તેને રક્તપિત્તને રોગ થયો. આ રોગમાંથી મુક્ત થવાને તેણે ઘણી જાત્રા કરી, પરંતુ તે કંઈ કામ આવ્યું નહિ. આખરે તે પ્રભાસપાટણ આવ્યો અને શિવની પૂજા ખરા અંત:કરણથી કરી તેથી આ શાપની અસર જતી રહી; આથી ખુશ થઈ તેણે શિવના લિંગ (જે ત્યાં પહેલેથી જ હતું) ઉપર સેનાનું મંદિર બંધાવ્યું અને એનું નામ “સોમનાથ” રાખવામાં આવ્યું. કારણ કે “એમ”નો અર્થ ચંદ્ર અને “નાથ”ને અર્થ માલિક છે.૧ કેટલાક ઈતિહાસકારોએ એનું નામ “સોભનાથ લખ્યું છે. “સભ”ને
૧. કાઠિયાવાડ ગેઝેટિયર. બીરૂનીએ પણ કેટલેક અંશે એ જ વાત લખી છે. પૃ૦ ૫૬.