________________
મુસલમાનોના હુમલા
[૨૨૫ અને આબાદ શહેરમાં એની ગણત્રી થતી હતી. મુકની ફળદ્રુપતા, વેપારની વિશાળતા, પૂજારી અને જાત્રાળુઓની ઠઠે તેની મહત્તાની છાપ લોકોના દિલ ઉપર બેસાડી અને તે એક મુખ્ય અને શાનદાર શહેર બન્યું. ભદ્ર (કાળી માતા)નું જે મંદિર હતું તેમાં એક શિલાલેખ હતો જે સંવત ૧૨૨૫-ઈ. સ. ૧૧૬૯ (હિ. સ. પ૬૫)માં લખવામાં આવ્યો હતો. તેમાં શહેર વિશેની તારીફ ઉપરથી તે કેટલું શાનદાર શહેર હતું તે માલુમ પડે છે. તેમાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે
“આ શહેર દુનિયાનું સ્વરૂપ અને અલમની શોભા છે, માલ અને દોલતનો ખજાનો છે, અને મહાદેવના ખાસ ભક્તોનું કેન્દ્ર છે. ચંદ્ર ક્ષય રોગમાંથી મુક્ત થવાથી આ શહેરની સ્થાપના કરી પિતાનો આનંદ વ્યક્ત કર્યો. એનું નામ, “સેમપુરા રાખવામાં આવ્યું...” ચંદ્ર બ્રાહ્મણોને સાથે લાવ્યો હતો, એમાં કેટલાક કારીગરે પણ હતા. જેના વંશજો આજ પર્યત મોજૂદ છે.. બ્રાહ્મણે સેમપુરા બ્રાહ્મણે તરીકે અને કારીગરે સોમપુરા સલાટો તરીકે ઓળખાય છે. આ સલાટો ધ્રાંગધ્રા અને વિસલનગરમાં રહે છે. એ શહેરની ચારે બાજુએ પથ્થરનો કિલ્લો છે અને માત્ર બે દરવાજા છે. થોડે થોડે અંતરે બુરજે છે, જે વડે કિલ્લાનું રક્ષણ થાય છે, તે સાથે ચારે તરફ ૨૫ ફૂટ પહોળી અને ઊંડી ખાઈ છે, જેમાં સહેલાઈથી સમદ્રનું પાછું લાવી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. એની બાંધણું ઉપરથી એમ જણાય છે કે ફક્ત દુશ્મનો સામે, એટલું જ નહિ પરંતુ દરિયાઈ ચાંચિયાઓ સામે પણ એના સંરક્ષણ માટે કોશિશ કરવામાં આવી હતી. એના વિશે એમ કહેવાય છે કે આ શહેરને એવા પાંચ હીરા (અપૂર્વ વસ્તુઓ) કુદરતે અર્પણ કરેલા છે કે જે આખી આલમને મળ્યા નથીઃ (૧) સરસ્વતી નદી, (૨) ખૂબસૂરત સ્ત્રીઓ, (૩) ઘાટીલા ઘોડા, (૪) સોમનાથની મૂર્તિ, (૫) હરિની હાજરી.
૧. ઇલિયટને ઇતિહાસ-કાઠિયાવાડ ગેઝેટિયરના આધારે. ૧૫