________________
૨૨૬]
ગુજરાતનો ઈતિહાસ - હિંદુઓની દેવદેવીઓની ઘણું વાતે આને લગતી છે, પરંતુ તેની વિગત લાંબી થઈ જાય એ ડરથી તેમજ બિનજરૂરી સમજી તે હું લખતા નથી. એ શહેર ૨૧° ૫૮” ઉત્તર અક્ષાંશ અને ૭૦° ૩૧” પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. પરંતુ સુહુલ આશામાં જણાવવામાં આવ્યું છે કે આ શહેર દુનિયાના સાત ભાગમાંના બીજા ભાગમાં ૯૭ ૧૦” રેખાંશ અને ૨૨° ૧૫” અક્ષાંશ ઉપર “લાર” પ્રદેશમાં આવેલું (અહીં “લારને અર્થ લાટ–ગુજરાત કરવામાં આવ્યા છે). અહીં એડનનાં જહાઝ આવતાં હતાં (ભા. ૧, પૃ. ૭ર, છપાયેલ મિસર). હાલમાં એ શહેર પાટણ મહાલનું મુખ્ય શહેર છે. ચારે આજૂ ઉપર ખાઈ અને કેસીસાં-કિલ્લાની ગઢવાળી દીવાલ પુરાણી યાદગીરીઓની જેમ પોતાની પુરાતન કાણું સંભળાવવાને માટે અદ્યાપિ પણ મોજૂદ છે. આજથી થોડાક સમય પહેલાં મહાન સોદાગરે ત્યાં રહેતા હતા અને હાલમાં પણ છે; પરંતુ તેઓમાંને મોટે ભાગ વેરાવળ ચાલ્યો ગયો છે. મશહૂર જગાઓમાં “મંગરેલી શાહ”ની કબર છે. સામાન્ય તેમજ મોટા લેકે જાત્રા માટે ત્યાં જાય છે. એ કબર શહેરની બહાર છે અને “ભીડિયા મહાદેવના મંદિરની નજીક છે. ત્યાં દરેક સાલ ત્રણ મોટા મેળા ભરાય છે. પહેલે મેળે મોહરમ માસના પહેલા દસ દિવસોમાં ભરાય છે. બીજે મંગરેલી શાહના ઉરસને છે. એ પણ દબદબા તથા ધામધૂમથી ભરાય છે. અને ત્રીજે દશેરાનો મેળો જોવા લાયક હોય છે. કળાની દૃષ્ટિએ લખંડ અને લાકડાની ચીજે મશહૂર છે. ખાસ કરીને ત્યાંનાં તાળાં બહુ જ પ્રખ્યાત છે. મંગરેલી શાહને મકબરે વેરાવળથી પાટણ જતાં આવે છે. મકબરામાં પૂરતી રેશની આવતી નથી. કબરના માથાવાળા ભાગ તરફ એક શિલાલેખ છે તે રોશનીના અભાવને લઈને વાંચી શકાતો નથી. પરંતુ બીજો શિલાલેખ જે વાંચી શકાય છે તે
૧. જહન માલ્કમ–તારીખે ઈરાન ૨. બોમ્બે ગેઝેટિયર ભા. ૮