________________
૨૨૪]
ગુજરાતનો ઈતિહાસ મખ, ચંદપાળ, (૧૨) કાશ્મીર બીજી વાર, (૧૩) કાલિંજર, (૧૪)
બટાબાદ કે કિરાત, (૧૫) ગ્વાલિયર અને કાલિંજર બીજી વાર, (૧૬) ગુજરાત અને સૌરાષ્ટ્ર, (૧૭) સિંધી જાટ ઉપર ચડાઈ.
મહમૂદ ગઝનવીની હિંદુસ્તાનના જીતેલા મુકાની સીમા તથા રૂપરેખા નીચે મુજબ છે, જેમાંથી તેની બહાદુરી, લશ્કરી વ્યવસ્થાશક્તિ અને ફેજ પ્રત્યેની લાગણીને સુંદર અન્દાજ મળે છે.
સેમિનાથ પાટણ (શહેર) આ જગ્યા સોમનાથ પાટણ કે પ્રભાસપાટણ અને દેવપાટણ નામથી પણ ઓળખાય છે. આજકાલ એ વેરાવળ પાટણ પણ કહેવાય છે. “નાગર” ઇલાકાનું એ મશહૂર શહેર હતું. સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે અરબી સમુદ્રમાંના (અરબસ્તાનમાં આવેલા) ઉમાનની સામે આવેલું છે. ચાર હજાર વરસ પહેલાં એ બંધાયું હતું એમ મનાય છે. એમ કહેવાય છે કે કૃષ્ણ મથુરાથી આવી અહીં આશ્રય લીધા હતા અને અહીંથી જ લાખો ભીની ફેજમાં ભરતી કરી મહાભારતની લડાઈને રંગ બદલ્યો હતો. વળી એ તે જ જગ્યા છે કે જ્યાં જાદવે મહેમાંહે પાઈ મૂઆ હતા. વળી અહીં જ કૃષ્ણને એક શિકારી ભીલે પિતાની તીરનું નિશાન બનાવ્યા હતા. મુસલમાનના આગમન પહેલાં એ એક મહાન બંદર હતું અને લાંબા સમયથી રદેશ જોડે એને વેપારી સંબંધ હતો. ઈરાનને અખાત, રાતે સમુદ્ર અને આફ્રિકા પર્યત વેપારીઓનાં જહાજે આવતાં હતાં, તે ઉપરાંત હિંદુસ્તાનનાં બીજાં બંદરે જોડે એને વેપાર ચાલતો હતો. સરસ્વતી હિરણ અને કપિલા, એ ત્રણે નદીના સંગમને લઈને એ સ્થળ ખૂબસૂરત થયું, એટલું જ નહિ પણ વેપાર માટે પણ એ અતિ ફાયદામંદ નીવડયું. અહીંની જમીન અતિ ફળદ્રુપ અને લીલીછમ છે, નદીની પાસે મુલ્ક ફળદ્રુપતામાં શ્રેષ્ઠ છે. આ કારણથી ત્યાંની વસ્તી ગાઢ હતી અને હિંદુસ્તાનનાં મશહૂર