________________
૨૨૨ ]
ગુજરાતનો ઈતિહાસ પ્તગીનની પુત્રીથી ઈસ્માઈલ અને ઝબિલસ્તાની (કદહાર) રતથી મહમૂદને જન્મ ઈ. સ. ૯૮૧ (હિ. સ. ૩૭૧)માં થયો હતો. તેણે પિોતાના બાપની દેખરેખ નીચે લડાયક લાયકાતમાં વૃદ્ધિ કરી. તેણે અમીર નૂહ સામાનીને એક વખત મદદ કરી. જરૂર પડતાં બાપ દીકરાઓ સાથે થઈ બહાદૂરીથી ફતેહને ડંકે એવો વગાડયો કે અમીર નહે ખુશ થઈબાપને નાસિરૂદીન અને મહમૂદને સયyદ્દ-દૌલાને ઇલ્કાબ એનાયત કર્યો; વળી તે સાથે ગઝનાની સ્વતંત્ર હકૂમતને પરવાને પણ સોં. મહમૂદ સામાન્ય રીતે પોતાના બાપ સાથે હિંદના હુમલામાં ભાગ લેતો હતો અને લાભદાયી સલાહ લઈ ફતેહને દરવાજો ખોલતે; જેમકે લાહોરના રાજા જયપાળે જ્યારે હુમલો કર્યો અને જલાલાબાદની નજીક બરફ પડવાથી હાર થઈ ત્યારે સુલેહની ચળવળ કરી. જે મહમૂદે ખંડણીની કબૂલાતની સલાહ ન આપી હોત તો પણ સુબુક્તગીને તેને સ્વીકાર કર્યો હત રાજા જયપાળે આ જ શરત ઉપર સુલેહ કરી. ઈ. સ. ૯૯૭ (હિ. સ. ૩૮૭)માં સુબુતગીનનું અવસાન થયું. તે વખતે મહમૂદ નિશાપુરને હાકેમ હતો. તેણે પોતાના ભાઈને ઉત્તર તરફના મુલ્કને કબજો પિતાના હાથમાં રહેવા દેવાની વિનંતિ કરી. ઈસ્માઈલે ને નામંજૂર કરી. અને આ વાત વધીને લડાઈ પર્યત પહોંચી, જેમાં મહમૂદ કામિયાબ થયે અને ગઝનાના તખ્ત ઉપર પાદશાહ તરીકે બિરાજમાન થયાની ક્રિયા તેણે કરી. મહમૂદે ૨૦ વરસ રાજ્ય કર્યું અને હિંદ ઉપર ૧૭ હુમલા કર્યો. બુખારા, ખીવા, બખ, હેરાત અને ઈરાથી માંડી હિંદુસ્તાન પર્યત તેની હકૂમત ફેલાઈ હતી. તે અતિ ઉદાર અને બહાદુર પુરુષ હતો. પોતાની ઉમરને મોટો હિસ્સો તેણે હિંદુસ્તાન ઉપરના હુમલામાં ગુજાર્યો. ઈતિહાસકારમાં હુમલાઓના સમય વિશે મતભેદ છે, તેથી દરેક ચડાઇનો સમય ચોક્કસ રીતે બતાવે મુશ્કેલ છે. હું નીચે પ્રમાણે એક ફેરિસ્ત આપું છું જેમાંથી
૧. હાશિમી સાહેબ—તારીખે હિંદ, પૃ૦ ૧૫૯, હૈદરાબાદ