________________
મુસલમાનોના હુમલા
[૨૩૩ તેમજ તેટલી કીમતની ચીજો ચડાવવામાં આવતી હતી. જાત્રાળુઓની સંખ્યાનો અંદાજ ફક્ત એટલા ઉપરથી નીકળે છે કે હજામત માટે ૩૦૦ હજામ ત્યાં રહેતા હતા. આટલી બધી શાનેશૌક્તને લઈને ફકીરથી માંડી અમીર અને શાહ પણ તેની સહેમાં અંજાય જતા હતા અને હરેક શમ્સ અંતઃકરણથી તેને માનતો હતો. મામૂલી ખાનદાનની તેમજ રાજા મહારાજાઓની છેકરીઓ દેવદાસીઓ તરીકે ત્યાં આવતી હતી. તે ઉપરાંત તેની આસપાસ બીજી સોનાની મૂર્તિઓ પણ રાખવામાં આવી હતી. વળી સેનાની પાલખી જે ભીમદેવ રાજા બુંદેલખંડથી છીનવી લાવ્યો હતો તે પણ ત્યાં હતી. તેણે તે સમનાથને અર્પણ કરી હતી.”
ઉપર ખ્યાન કરવામાં આવ્યું છે કે શરૂઆતમાં સોમનાથ સૂર્યવંશીઓના કબજામાં રહ્યું હતું. તે ઉપરાંત તેના વિશે કંઈ પણ વધારે જાણવાનું મળ્યું નથી. તે પછી ઘણું કરીને કૃષ્ણ દ્વારકા કબજે કર્યું તે સમયે તે ચંદ્રવંશી ( જાદવો)ના હાથમાં આવ્યું. આ જાદવ વંશ વિશે ફક્ત એટલું જાણવાનું મળ્યું કે તે વખતે સેનાચાંદીની વસ્તુઓ ચડાવવામાં આવી હતી. અને ત્યારપછી એ સોમનાથની આસપાસ આ ખાનદાનના લોકો માંહમાંહે લડી મર્યા અને એની જ નજદીકમાં કૃષ્ણનું પણ અવસાન થયું, અને ત્યાં જ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. ત્યારપછીના એક ઉલ્લેખ ઉપરથી એમ જણાય છે કે લંકાના રાજા રાવણે (કદાચ એ નામને કાઈ બીજે પણ રાજા હોય) પણ જાત્રા અર્થે ત્યાં આવી સોનાચાંદીની ભેટ ત્યાં ચડાવી. ઈ. સ. પૂર્વે ૪૦૦ વર્ષ ઉપર મૌર્ય વંશ પર્યત ફરીથી એ વિશે કંઈ પણ ઉલ્લેખ મળતો નથી. મૌર્યવંશના મશહૂર રાજા ચંદ્રગુપ્તના જમાનામાં તેને હાકેમ સૌરાષ્ટ્રમાં રહેતા હતું. અને અશકે ખુદ ગિરનાર ઉપર (જૂનાગઢ નજીક) એક શિલાલેખ પોતાની યાદગીરી તરીકે કેતરાવ્યો હતો. પરંતુ ખાસ
૧. પ્રાચીન ઈતિહાસ , ગુજરાત