________________
મુસલમાનોને સંબંધ
[૨૧૯ હિ. સ. ૫૮ (ઈ. સ. ૧૦૬૫) ખરી જ હોય તે આવું શાનદાર મંદિર મસ્જિદ બને એ સંભવિત લાગતું નથી, કારણ કે તે સમયે કોઈ ઈસ્લામી સતનત ગુજરાતમાં મેજૂદ ન હતી, જે મંદિરની મસ્જિદ બનાવે એટલી તાકાત ધરાવતી હેય. આથી મારે એ અભિપ્રાય છે કે એ સાલ બેટી છે અને એ મસ્જિદ ઘણું કરીને અલપખાનના કે મુઝફરશાહ પહેલાના વખતની છે, કારણ કે તે જમાનામાં કેટલાક એવા બનાવો બન્યા છે. વળી જે કે એ સાલ ખરી છે કે નહિ એની સાબિતી માટે કોઈપણ જાતની દલીલ નથી, તેમ છતાં એમ માનવામાં આવે છે કે એ ખરી છે, તે એમ કહી શકાય કે વેરાન મંદિરના પથ્થરે પૂજારીઓ પાસેથી ખરીદી તેને ઉપયોગ કરવામાં આવ્યો હોય. દિલગીરીની વાત તો એ છે કે કાઈ એ શિલાલેખ પણ મળ્યો નહિ જેમાંથી કેાઈ સાફ વાત મળી આવે...સાંભળવામાં આવ્યું છે કે મૌલાના ઈહાકનાં મદ્રેસા અને મસ્જિદને શિલાલેખ હતો, પરંતુ હવે નથી. જામે મસ્જિદને, છેલ્લે ઘૂમટ કે જે ઉત્તર તરફ સીડીની બાજુ ઉપર છે તેમાં હિ. સ. ૭૨૧ (ઈ. સ. ૧૩૨૧)ની સાલ લખેલી છે. તે ગાઝી ગિયાસુદ્દીન તમલકના સમયમાં બનાવવામાં આવ્યો હતો; જેવો કે એનો ઉલ્લેખ ઈતિહાસોમાં પણ છે. મેજૂદ શિલાલેખ જે જામે મસ્જિદમાં છે, તે
વીસેક વર્ષ એટલે કે જ્યારે વાઈસરૉય ભરૂચ જવાને આવ્યા હતા, ત્યારે જ લગાવવામાં આવ્યો હતો. એવી જ રીતે મજકૂર કાઝી સાહેબે કવિરાજ પંચાલી માનભાવના લખ્યા મુજબ જણાવ્યું છે, કે ભરૂચના કિલ્લાને પાયો નાખ્યાને ૧૯૨૧ વરસ થઈ ગયાં છે. સિદ્ધરાજે એની મરામત કરાવી હતી. ૧. કારણ કે બ્રાહ્મણની ચડતી પછી બૌદ્ધ મંદિરનો નાશ થયો હતો.