________________
મુસલમાનોને સંબંધ
[ ૨૧૭ રંક (ગરીબ) નામના વાણિયાને વેચી દીધી. તે વડે પિતાની જરૂરી ચીજે લઈ તે પાછો ફર્યો. બીજે દિવસે તેણે જોયું કે આંગળી ફરીથી ઊગી બરાબર થઈ ગઈ હતી. તેણે ફરીથી તે કાપી મજકૂર વાણિયાને વેચી દીધી અને જરૂરી ચીજો ખરીદી. આ પ્રમાણે તે દરરોજ કરતો હતો. આખરે વાણિયાએ તે વિશેની ખરી બાબતની પૂછપરછ કરી. પિલા ગામડિયાએ પણ ચોક્કસ હકીક્તથી ખુલે દિલે તેને વાકેફ કર્યો. વાણિયો અતિ ચાલાક હતે. મેક ત્યાંથી તે સોનાના આદમીને ઉઠાવી લાવ્યો. પછીથી તે ધનાઢય થઈ ગયો અને શહેરના મોટા ભાગનાં મકાને તેની માલિકીનાં થયાં તેની દોલતમંદીની વાત વલભીના રાજાને કાને આવતાં તેણે વાણિયાની પાસે એ માલની માંગણી કરી. (બહુધા સોનાની મૂર્તિની માગણી કરી હશે). વાણિયાએ સાફ ઇન્કાર કર્યો, પરંતુ તેના દિલમાં ભય પેઠે કે રાજ કે સાધી જરૂર વેર લેશે, આથી તેણે મજૂરા (સિંધનું પાયતન્ત જે આજકાણ વેરાન અવસ્થામાં છે )ના હાકેમ પાસેથી મદદ માંગી અને પુષ્કળ ધનને વ્યય કરી દરિયાઈ કાફ્લો મોક્લવાની વિનંતિ કરી; આથી મન્સુરાથી દરિયાઈ કાલે આવ્યો અને રાત્રિ સમયે તેણે હુમલો કર્યો, તેમાં વલભીનો રાજા માર્યો ગયો, શહેર લૂંટાયું, અને પ્રજાની પાયમાલી થઈ. લોકો કહે છે કે આજ પર્યત કેટલીક ચીજો મળી આવે છે જેવી કે સામાન્ય રીતે ખંડિચેરોમાં જોવામાં આવે છે.” (પૃ. ૯૪).
સામાન્ય ગુજરાતી ઈતિહાસમાં “ક” નામને બદલે “કાકુ” વાણિયાના કિસ્સાને ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને લડાઈના મૂળ કારણ વિશે એમ કહેવામાં આવ્યું છે કે કાકુની પુત્રી પાસે એક હીરાની કાંસકી હતી, જે રાજાની છોકરીને બહુ પસંદ પડી. તેણે તેની માગણી કરી પરંતુ તે ન આપી, આથી બળજબરીથી તે છીનવી લેવામાં આવી. કાકુ આ જુલ્મ સહન કરી શક્યો નહિ