________________
મુસલમાનોને સંબંધ
[ ૨૧ બીમારી ફેલાય છે. દક્ષિણ હિંદુસ્તાનના હરેક ઘરમાં સોમનાથની મૃતિ (લિંગ) માટે એક જગ્યા મુકરર હોય છે. પરંતુ સોમનાથ સૌથી મોટું છે. તેને માટે ગંગાથી હરરોજ એક ઘડો પાણી અને કાશ્મીરથી કૂલ મંગાવવામાં આવે છે. ( અલબીરૂન પૃ. ૨પર, પ્રેસ યુરોપ )
“તે લેકેની એવી માન્યતા છે કે એ દેવ પુરાણી બીમારી મટાડે છે અને હરેક અસાધ્ય રોગને ઈલાજ એની પાસે છે. સોમનાથની આટલી બધી પ્રખ્યાતિનું કારણ એ છે કે તે એક બંદર છે. અને વેપાર અથે ચીન અને ઝાંઝીબાર સુધીના લકે ત્યાં આવે છે. આ સમુદ્રમાં ભરતી અને ઓટનાં કારણ વિશે લોકોનો એવો ખ્યાલ છે કે સમુદ્રમાં એક અગ્નિ દેવતા છે તેનું નામ “વડવાનલ” છે; તે હંમેશાં શ્વાસ લે છે. શ્વાસ અંદર લેવાથી “એટ” અને બહાર કાઢવાથી “ભરતી” થાય છે. જેમકે માની ધર્મના લોકો માને છે કે સમુદ્રમાં એક રાક્ષસ છે. જેના શ્વાસોચ્છવાસથી ભરતી ઓટ થાય છે. અમુક લેકેનો ખ્યાલ એ છે કે ચંદ્રના વધવા તથા ઘટવાથી સમુદ્રમાં ભરતી અને ઓટ થાય છે. અને સર્વ લેકો ચંદ્ર અને સોમનાથને એક જ સમજે છે. અને તે એ કારણથી કે તે પથ્થર (સોમનાથ) સમુદ્રને કિનારે સરસ્વતી નદીના મુખ આગળ પશ્ચિમમાં ૧/૩ માઈલથી પણ ઓછે અંતરે દટાયેલો હતો. અને તે “સુન્દરા દ્વારકાથી પૂર્વમાં હતો જ્યાં કૃષ્ણ રહ્યા હતા, અને જે તેની તલ થવાની જગ્યા અને તેના ખાનદાનની લડવાની તથા તેમને બાળવાની જગ્યાની પાસે છે. ચંદ્ર જ્યારે બહાર આવે છે ત્યારે ભરતી થાય છે અને એ પરિસ્થિતિમાં લિંગની મૂર્તિ પાણીમાં ડૂબી જાય છે. ત્યારપછી બપોરે અને રાત્રિના સમયે એટ થવાથી તે બહાર આવે છે. જાણે કે ચંદ્ર તેને નાહવાની વ્યવસ્થા માટે નોકર છે. તેથી જ લોકેએ ચંદ્રમા સાથે એને સંબંધ બતાવ્યું. અને જે કિલ્લે તેની આસપાસ બનાવવામાં આવ્યો છે તથા તેના ખજાનાની