________________
હિંદુઓને સમય
[ ૧૩૫ -૨૮૨) તેણે પોતાના પિતાના અવસાન બાદ સલ્તનતની લગામ પોતાના હાથમાં લીધી. એમ જણાય છે કે તેના બાપના આખરી સમય દરમિયાન જે બેચેની પેદા થઈ હતી તે તેણે તરત જ દૂર કરી અને રૈયતને રાજી રાખવામાં કાફી કશિશ કરી.
આ જ કારણથી ૨૮ સાલ પર્વત સુખશાંતિથી તેણે રાજ્ય કર્યું. અને આખરે ઈ. સ. ૮૯૫ (હિ. સ. ૨૮૨)માં આ ફાની દુનિયામાંથી કૂચ કરી ગયે. લોકે તેને “પયર્થ” પણ કહેતા હતા.' એના જ સમયમાં ઈ. સ. ૮૭૭ (હિ. સ. ૨૬૨)માં અબુલહસન ઝેદ સૈરાફી આવ્યો હતો, જેણે સુલેમાન બસરીની વાતને શબ્દશઃ ટેકે આપે છે. તે પણ લખે છે કે તેને વખતોવખત વલભીના રાજાઓ સાથે લડવું પડે છે, અને તે મુસલમાન રાજાઓને દુશ્મન છે.
વૈરિસિંહરાજ:-ઈ. સ. ૮૯૫–૯૨૦ (હિ. સ. ૨૮૨-૩૦૮). તેના પિતાના મરણ પછી તે ગાદીએ આવ્યો અને ૨૫ વરસ સુધી તેણે રાજ્ય કર્યું. પરંતુ તેના રાજ્યની કોઈ પણ બાબત ઉલ્લેખ કરવા લાયક મળી નથી. પરંતુ એમ જણાય છે કે રાજ્યની ધરી ઢીલી થવા એ જ સમયથી માંડી હતી, કારણ કે વારંવાર તેને શત્રુઓ સાથે લડવું પડયું હતું. તેને વજીર બહુ વિદ્વાન હતો. તેની ચાતુરીથી તે હંમેશાં ફતેહમંદ થતો. બહુધા એની દુશ્મનાવટ વલભીના રાજ્ય સાથે હતી. મસઉ ઇતિહાસકાર એના જ વખતમાં એટલે કે ઈ. સ. ૯૧૫ (હિ. સ. ૩૦૩)માં અહીં આવ્યો હતો, તે જાણે છે કે ગુજરાતના રાજા સાથે વલભીના રાજ્યને હંમેશાં તકરાર રહે છે. ગુજરાતનો રાજા મુસલમાનો મહાન દુશ્મન છે. એની વિગતવાર હકીકત આગળ આવે છે. અને એ જ જમાનામાં ઈ. સ. ૮૧૨
૧. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં આ નામને બદલે “ચામુંડ” લખવામાં આવ્યું છે.
૨. ક્તિાનુલ હિદ વસતીન દ સરાણી છે. પેરિસ ૩. મસઉદી, પૃ. ૩૮૨, ભા૧, પૃ. મિસર