________________
૧૪૬]
ગુજરાતને ઈતિહાસ ખ્યાલથી તેણે સિદ્ધપુરમાં મહાદેવનું એક મંદિર “રુદ્રમાળના નામથી બંધાવવાનું શરૂ કર્યું, પરંતુ તેને પરિપૂર્ણ કરવાનું તેના કિસ્મતમાં ન હતું. બલ્ક કુદરતે આ કામની સિદ્ધતાને તાજ સિદ્ધરાજના શિર માટે સંઘરી રાખ્યો હતો.
એના શરૂઆતના અરસામાં (ઈ. સ. ૮૫૧-હિ. સ. ૩૪૦) ઈબ્રાહીમ અસ્તખરી સિંધ આવ્યો હતો. તેણે ગુજરાતી બાદશાહ વિશે તે કંઈ લખ્યું નથી; માંગીરના રાજા વિશે લખ્યું છે કે “તેના તાબામાં સંખ્યાબંધ રાજાઓ (ગવર્નર) છે.” આ ઉપરથી એમ જણાય છે કે એ વખત સુધી મૂળરાજના કબજામાં તમામ ગુજરાત અને સૌરાષ્ટ્ર ન હતાં અને એ લેકે તે સમયે મૂળરાજના તાબામાં ન હતા. તેના પછી ફરીથી તેના સમયમાં (ઈ.સ. ૯૭– હિ. સ. ૩૬૭) ઈન્ત હેકલ બગદાદી ગુજરાત આવ્યો હતો તેણે પણ ખાસ કરીને ગુજરાતના રાજા વિશે કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી. વલ્લભરાયના હાથ નીચે મુસલમાને ધાર્મિક છૂટછાટને લઈને જે ફાયદો ઉઠાવી રહ્યા હતા તેની ઘણું તારીફ કરી છે, તે ઉપરથી પણ માલુમ પડયું છે કે તે સમય ( ઈ. સ. ૯૭૭–હિ. સ. ૩૬૭) પર્યત વલભરાયનાં રાજધાની અને રાજ્ય મેજુદ હતાં. ત્યારપછી ઈ. સ. ૯૮પ (હિ. સ. ૩૭૫)માં બસ્સારી મુકદ્દસી સિંધ આવ્યો હતો તેણે સિંધ ઉપરાંત ગુજરાતનાં સંખ્યાબંધ શહેરનાં નામે લખ્યાં છે, પરંતુ વલ્લભરાય અર્થાત મગર (કે માનખેળ)નું નામ લખ્યું નથી. આ ઉપરથી માલૂમ પડે છે કે આ અરસામાં તેની અગત્ય જતી રહી હતી. મૂળરાજે પ્રયાગથી એકસો પાંચ વેદ જાણનારા બ્રાહ્મણ અને એક સામવેદ જાણનાર ઉપરાંત કાશીથી ઘણું બ્રાહ્મણોને બોલાવી વસાવ્યા, તેઓ પાસેથી આશીર્વાદ અને શુભેચ્છાની વિનંતિપૂર્વક માગણું કરી અને મોટી મોટી જાગીરે તેમને એનાયત કરી.
એ રાજા બહુ વિદ્યાપ્રેમી હતો. તેણે સખાવત અને બક્ષિસોથી