________________
મુસલમાનેને સંબંધ
[ ૧૫ બિન જબ્બલ અબ્દીને રવાના કર્યો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે હઝરત ઉસ્માનની પાસે તેને મોકલ્યો. ઈન્ન જબ્લઆએ સિંધ જેવી હિંદની સ્થિતિ ધારી લઈ એવી રીતે વર્ણન કર્યું કે હઝરત ઉસ્માન પિતાની ખિલાત દરમિયાન તે તરફ ધ્યાન ન આપે. ઈ. સ. ૬ ૦૯ (હિ. સ. ૩૯)માં ચોથા ખલીફા, હઝરત અલીએ હારિસ બિન મરરૂલ અબ્દીને અહીં આવવાની પરવાનગી આપી. તેણે ઘણું લડાઈમાં વિજય મેળવ્યો અને અંતે ઈ. સ. ૬૬૨ (હિ. સ. ૪૨)માં તે માર્યો ગયો. ત્યારપછી ઈ. સ. ૬૬૪ (હિ. સ. ૪૪)માં અમીર મુઆવિયાના જમાનામાં મોહલબ બિન અબી સુફરાએ સતત હુમલામાં કામિયાબી હાસિલ કરી. ત્યારપછી લાગલાગટ હાકેમો આવવા માંડ્યા જેમના કબજામાં હિંદ અને સિંધના સરહદના ભાગે પણ હતા. વારંવાર તેઓ દેશના અસલ વતનીઓ ઉપર હુમલા કરતા રહ્યા, તેમાં કેટલીક વખત વિજયી થતા અને કેટલીક વખત પરાજય પામતા. મારી ધારણું મુજબ તેમનાં સ્થિતિ અને દરજજો હાલમાં પેશાવરના ચીફ કમિશ્નરના સરહદી ઈલાકાના જેવાં હતાં. મોહલ્લબ પછી એક એક જે અમલદારો આવ્યા તેમનાં નામ નીચે પ્રમાણે છેઃ
(૧) અબ્દુલ્લાહ બિન સવારિત અબ્દી, (૨) રાશિદ બિન અમેરિલ જદીદીલઅઝદી, (૩) સિનાન બિન સલમા હઝલી, (૪) ક્યાદ અબ્દી, (૫) ઉબદુલ્લાહ બાહેલી, (૬) સઈદ લાબી, (૭) મુજાઆ તયમી, (૮) મોહમ્મદ નમરી, (૯) ઉબદુલ્લાહ બિન ન ભાન.
૧. કુતૂ હુલાબદાન બલાઝરી-ફહે સિંધ –મીરાતે મેહમ્મદીના લેખકે આ બાબતમાં સંખ્યાબંધ ભૂલો કરી છે. હઝરત ઉમરના જમાનામાં ઉસ્માન બિન અલઆસ સકશી ઉમાનનો હાકેમ હતો. અને એ જ કારણથી તેમના ભાઈ હકમે થાણું ઉપર ચડાઈ કરી હતી, નહિ કે ચમનના હાકેમ અબુલઆસે. એ જ પ્રમાણે ઈબ્દ જબલા ત્રીજા ખલીફાના જમાનામાં સફર કરવા આવ્યો ન હતો, પરંતુ ખલીફાના હુકમથી હિંદુસ્તાનની પરિસ્થિતિનો અભ્યાસ કરવા આવ્યો હતો. પાછા ફર્યા બાદ ખલીફા સાથે તે વિશે વાત થઈ હતી. કેટલાક ઇતિહાસકારે આ બનાવ હઝરત ઉમરને લાગુ પડે છે.