________________
૨૦૨]
ગુજરાતના ઇતિહાસ
સુલેમાને તખ્ત ઉપર બિરાજમાન થતાંની સાથે તેમને ખરતરફ અને કુદ કરવાના હુકમ કર્યાં. હજાજના મરણ પછી તેની જગ્યા ઈરાકના હાકેમ સાલિહ બિન અબ્દુર રહમાને લીધી હતી. એના જ ભાઈ આદમને હજ્જાને ખારેછ હાવાના શક ઉપરથી મારી નાખ્યા હતા, આથી કુદરતી રીતે જ તેને હજ્જાજના ખાનદાન ઉપર તિરસ્કાર હતા. તેણે સિંધની હકૂમત યઝીદ બિન અખી કબ્જાને સુપ્રત કરી. મેહમ્મદ બિન કાસિમને પગમાં બેડી સાથે ઈરાક લાવવામાં આવ્યા અને તેને અતિ જુલ્મી રીતે મારી નાખવામાં આવ્યા; જેમકે તારી (પૃ૦ ૧૨૮૨)માં જણાવવામાં આવ્યું છે કે “ વલીદ બિન અબ્દુલ મલેક મરણ પામ્યા અને સુલેમાન બિન અબ્દુલ મલેક ખલીફા થયે! તેથી તેણે સાલિત બિન અબ્દુર રેહમાન ને ઈરાકને ખંડણી–અમલદાર (હુ કૅમ) નીમ્યા અને યઝીદ બિન કબ્જા સકસીને સિન્ધનેા હાકેમ બનાવ્યો, તેથી મેાહમ્મદ બિન કાસિમને પગમાં એડી સાથે રવાના કરવામાં આવ્યે.
કામિલ ઇબ્ન અસીર (પૃ૦ ૪૬૫૦, ભા૦ ૪ માં જણાવવામાં આવ્યું છે કેઃ—
“તેથી સાલિહે તેને (મેહમ્મદ બિન કાસિમ)ને વાસિતા નામના શહેરમાં કેદ કર્યાં અને આલે અખી અકીલ સાથે તેને સખત સજા કરી અને આખરે તેની કતલ કરી. અને હજાજે સાલિહના ભાઈ આદમની ખારેજી હેાવાના આરેાપસર કતલ કરી.”
ઈબ્ન ખદૂન (ભા.૩,પૃ॰, ૬૬)માં જણાવવામાં આવ્યું છે કેઃ— “સુલેમાન બિન અબ્દુલ મલેક ખલીફા થયા ત્યારે તેણે (માહમ્મદ બિન કાસિમને) બરતરફ કર્યાં અને યઝીદ બિન અખ્ખી કબ્જા સકસકીને સિન્ધુને હાકેમ બનાવ્યા. યઝીદે તેને માહમ્મદ બિન કાસિમને) ગિરિકતાર કરી ઈરાક માકલી આપ્યા. સાલિહ બિન અબ્દુર રેહમાને તેને હાજનાં ખીજા' સગાંવહાલાંઓ સાથે વાસિતામાં