________________
૨૦૬ ]
ગુજરાતનો ઈતિહાસ થઈ બદ્ધમંદિરની જગ્યાએ એક મજિદ યાદગારી તરીકે બંધાવી. ઘણું કરીને ગુજરાતમાં અરબાએ બંધાવેલી એ પહેલી મજિદ છે. ખલીફા અલમહદી બિલાહ અબ્બાસીએ ઈ. સ. ૭૭૫ (હિ. સ૧૫૯)માં અબ્દુલમલેક બિન શિહાબ મમ્મીને સંપૂર્ણ સરજામ સાથે જેહાદ માટે મોકલ્યો તેની સાથે સ્વયંસેવક શેજ પણ હતી, જેમાં અબુબક્ર રબીઅ બિન સબીહ સાદી બસરી નામનાર ખાજા આવેલા “કંદહાર” માટે વાપરવામાં આવ્યું નથી, પરંતુ એ શબ્દ “ગંધાર”નું અરબી રૂપ છે. ને સૌરાષ્ટ્ર ઉપર આવેલું એ ગણાતું હતું (ઝકાઉલ્લાહની તારીખે હિંદ, ભા. ૧ લો પૃ૦ ૨૩૪). પરંતુ ખરી વાત આ છે: પુરાણા ઇતિહાસમાંથી એમ જણાય છે કે ગંધાર એક મોટું બંદર હતું, જે ઘંઘા અને પીરમ ટાપુની સામે હતું. અકબરના જમાનામાં એક વખત જૈની ઇતિહાસમાં એનું નામ આવે છે કે એક શખ્સ ત્યાંથી દરિયાઈ રસ્તે સિંધ ગયે; જે ઉપરથી માલુમ પડે છે કે તે સમય પર્યત એ શહેર માજિદ ' હતું. અબુલ ફઝલે પણ એને ઉલ્લેખ કર્યો છે. હાલમાં ભરૂચ જિ૯લામાં એ નામનું એક ગામ છે જે વિશે એમ કહેવાય છે કે તે એક મેટું શહેર હતું, પરંતુ તે નદીને લઈને તૂટી ગયું. અરબ એ જગ્યાએ આવ્યા હોય એ સંભવિત છે.
ઇબ્ન બતૃતા પિતાના સફરનામામાં લખે છે કે કાવીલથી નીકળી અમે બંધાર પહોંચ્યા. એ હિંદુઓનું એક મોટું શહેર સમુદ્ર કિનારે આવેલું છે. ત્યાંના રાજાનું નામ જાયસી (જયસિંહ રાજપૂત) છે. એ પાદશાહ ઇસ્લામના હાથ નીચે છે અને હરેક સાલ ખંડણ ભરે છે. ગંધાર પહોંચ્યા ત્યારે તે અમારે આદરસત્કાર કરવાને બહાર આવ્યો અને અમારું અતિ સન્માન કર્યું. અમારે માટે પોતાનો મહેલ ખાલી કરાવ્યું, તેમાં ઊતર્યા. મહાન મુસલમાન ઉમરા તેના તરફથી સત્કાર માટે આવ્યા. તેમાં ખાજા બેહરાનો પુત્ર હતો અને કસ્તાન ઈબ્રાહીમ હતા. આ શખ્સનાં પોતાની માલિકીનાં જહી છે. અમો એ શહેરથી સમુદ્રમાં રવાના થયા... અને બે દિવસની સફર પછી પીરમ ટાપુમાં પહોંચ્યા.” આ ઉપરથી એમ જણાય છે કે આઠમી સદીના મધ્યકાળ પર્યત એ મશહુર અને જાહોજલાલીવાળું બંદર હતું.
૨. રબીઅ બિન સબીહુસ્સ સાદી અબુબક્ર (અબૂઇફસ) પણ એની કુનિયત