________________
મુસલમાનેને સંબંધ
[ ૨૦૯ ખાણે છે અને એ મુલ્કમાં ચેરે વિશે શાંતિ છે.” (તે સમયે ગુજ રાતમાં ક્ષેમરાજની હકૂમત હતી.) હિ. ત્રીજી સદીના મધ્ય ભાગમાં અબુલ હસન છેદ સરાફી આવ્યો નહિ. સ. ૨૬૪ ઈ. સ. ૮૭૭) તે પણ એ જ પ્રમાણે લખે છે. અસની વાત છે કે તેણે એનાથી કંઈ વધારે ન લખ્યું. એ ભુવડરાજ ચાવડાનો સમય હતો. હિ. ચોથી સદીની શરૂઆતમાં અર્થાત હિ. સ. ૩૦૩ (ઈ. સ. ૯૧૫)માં અબુલહસન અલી બિન હુસેન જે મસુદી નામથી જાણીતું હતું તે મુસાફરી કરતો કરતો સિંધ અને હિંદમાં આવ્યો. તેણે પિતાના ઈતિહાસ (મરૂજુગઝહબ)માં ઘણું જગ્યાએ ગુજરાતની તેને જમાનાની પરિસ્થિતિ વિશે લખ્યું છે, જે નીચે પ્રમાણે છેઃ
“ત્યારપછી હિંદના કિનારે કિનારે માણસ ભરૂચના કિનારા પર્યત પહોંચે છે, અને ત્યાંથી ચીન પર્યત. એ જ ભરૂચ શહેરના ભાલા મશહૂર છે. અને એ જ કારણથી તે ભરૂચી ભાલા” કહેવાય છે? અને એવી જ રીતે હિંદનું ખંભાત શહેર જોયું. એ જ શહેરના જેડા પ્રખ્યાત છે. એ જ કારણથી તે “ખંભાતી જડા” કહેવાય છે. એ જોડા ખંભાત ઉપરાંત તેની પાસે આવેલા સંદારા (ભરૂચ નજીક) અને સોપારા (થાણા નજીક માં બને છે અને હું હિ. સ. ૩૦૩ (ઈ. સ. ૮૧૫)માં એ શહેરમાં પહોંચ્યો. રાજા એ જ શહેરમાં રહે છે અને તે હિંદુ વાણિયો છે. તે બલહરા (વલ્લભરાય)ના હાથ નીચે છે. એ રાજા ચર્ચાને બહુ શોખીન છે. મુસલમાન કે બીજે કઈ પરધર્મી આવી પહોંચે છે તો તેની સાથે તે વાર્તાલાપ કરે છે. એ શહેર સમુદ્રની ખાડીના એક અખાત ઉપર વસેલું છે. અને એ અખાત નાઇલ નદી (મિસર) યુક્રેટિસ અને તેગ્રિસથી પણ વધારે પહેળે છે. તેની આસપાસ ઘણાં મોટાં ગામ અને શહેર આવેલાં છે. મોટી મોટી ઇમારતો બાંધવામાં આવેલી છે. ખજૂર, નાળિયેર
૧. સિલસિલતુત તવારીખ, પૃર ૨૮, છપાયેલ પેરિસ ૨. ભા. ૧, પૃ૦ ૧૨૯, પાયેલ મિસર ૧૪