________________
મુસલમાનેને સંબંધ
[ ૨૧૧ મત થઈ પિતાનામાં ઊંચી પાયરી ભગવતા શખ્સની નિમણૂક કરે છે. (જેમકે નામના મુખી કે પટેલ હોય છે, અને સર્વ તેના હુકમનું પાલન કરે છે અને તે આમ મુસલમાનોના હક્કાની સંભાળ રાખે છે. તે કામને અમીર જેવા છે. “બિયાસરા” “બેસિરા”નું બહુવચન છે. જે મુસલમાન ખુદ હિંદમાં પેદા થયો હોય અને ત્યાં જ વતન ગણી રહ્યો હોય તેને “સિરા” કહેવામાં આવે છે. ત્યારપછી ત્યાં કેટલાય (હિંદુ) નવજવાનોને મેં જોયા જે પાન ખાઈને બજારમાં ફરી આવી આગ (ચિતાની પાસે પહોંચ્યા ત્યારે ખંજર લઈ પિતાની છાતી ચીરી નાંખી પિતાને ડાબે હાથ અંદર નાખ્યો અને પોતાનું જીગર ખેંચી કાઢી તેમાંથી એક ટુકડે કાપો અને વાત કરતાં કરતાં પોતાના ભાઈઓને આપે. અને આમ કરી તેમને ઈરાદે બહાદુરી બતાવવાનું છે. ત્યારપછી તે આગમાં પડે છે. આવી રીતે કાઈ પાદશાહ (રાજા) જે મરી જાય કે આપઘાત કરે તે ઘણું માણસો તેની પાછળ બળી મરે છે. આવા લેકે બલાલે જરિયા' કહેવાય છે, એનું એકવચન “બલાલ જર” છે. એનો અર્થ જે શખ્સ રાજાના મોતની સાથે મોત અને તેની હયાતીની સાથે હયાતીમાં અડગ રહે તેવો થાય છે.
મેગીર (માનખેળ)ને રાજા વલ્લભરાયના મુલ્કમાં આવેલા સંધાન (ચંદાન) અને ખંભાતમાંથી લીલમની સુંદર જાત હિંદુસ્તાનથી
૧. આ શબ્દને ખરે તરજૂમે આજકાલ યુરેશિયન છે. ઈરાનમાં પેદા થયેલા અને મુવલ્લદીન અને હિંદમાં પેદા થયેલાને “બિયાસરા” કહેવામાં આવતા હતા. અસલ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ “ખચ્ચર” છે. ત્યારપછી એ ગુજરાતીમાં બે કેમ (અરબ અને હિંદુ)નાં માબાપથી પેદા થયેલ ના અર્થમાં વપરાયે.
૨. મારા ખ્યાલ મુજબ એ જ લોકોનું નામ “રામ હરિયા” છે. હરેક રામહરિયાની ફરજ રાજા સાથે નિરંતર રહેવાની હતી. તેની સાથે જ તે મરણને શરણ થતા. એ તેના કાયમના અંગરક્ષક હતા.