________________
-૨૦૪]
ગુજરાતનો ઈતિહાસ પણ એ જ ઈતિહાસમાં બીજી જગ્યાએ જ્યાં એવા બનાવો બન્યા છે અને શાહી ખાનદાનના લોકે ગિરફતાર થયા છે તેમનાં નામ તેમાં ચોક્કસ લખ્યાં છે. તે ઉપરથી એમ સાબિત થાય છે કે દાહિરની બે પુત્રીનું ખલીફા પાસે જવું બિલકુલ ગલત વાત છે; એમાં કોઈપણ રીતે સત્યતા નથી.
સિંધની હકૂમતનું ખ્યાન મહમ્મદ કાસિમ પછી યઝીદ બિન અબી કષ્ણા સકસકી અને પછી હબીબ બિન મોહલ્લબ હાકેમ થયે. તેના પછી ઉમર બિન મુસ્લિમ બાહેલી થયો ત્યાર પછી (ઈ. સ. ૭ર૬) હિ. સ. ૧૦૭ માં જુનેદ બિન અબ્દુર રેહમાન મુરીની ખલીફા હિશામ તરફથી સિંધના સ્વતંત્ર હાકેમ તરીકે નિમણૂક થઈ. જુનૈદે આંતરિક વ્યવસ્થા ચોક્કસ કરી અને સિંધ ઉપર મજબૂત કબજે થઈ ગયે ત્યારે તે ગુજરાત તરફ ફર્યો. તે સિંધથી પસાર થઈ મરમદ (મારવાડ) આવ્યા અને ત્યાંથી મેલ (માંડલ, વિરમગામ નજીક) ગયે. અને માંડલથી ધિણોજ પહોંચ્યો અને ધિણોજથી ગુજરાતના મશહૂર બંદર ભરૂચ ઉપર હુમલો કર્યો. ત્યારપછી ત્યાંથી જુનૈદ માળવા તરફ ફર્યો તેના છાતીચલા અમલદાર હબીબે ઉજેન ઉપર ચડાઈ કરી અને ત્યાંથી જુનૈદ બહરીમદ પહોંચ્યો. ત્યાંથી (ભિન્નમાલ) અને જુઝર (ગુજરાત) જીતી સિંધ પાછો ફર્યો. જુનૈદના જીતેલા મુશ્કેની રૂપરેખા નીચે પ્રમાણે છે:
૧. પરંતુ સમરારા (પૃર૭ છે. વડોદરામાં મંડલને મારવાડ કહ્યું છે. અતિ સંભવિત છે કે અરબોએ મરમંડલને બે શબ્દો કર્યા હશે; અર્થાત મને બદલે મહમદ અને મંડલને બદલે મદલ.
૨. બલાઝરી (પૃ. ૪૪૮. પ્રે. યુરેપ) કેટલાંક સ્થળો પુરાણું નકશામાં પણ મળતાં નથી, તેથી નાછૂટકે તે જ અરબી નામ રાખ્યાં છે; જેમકે મરમદ (મારવાડ) બહરીમદ, વગેરે. ધેનુજાધિણેજ નહરવાળા પાટણથી આગળ રાધનપુર નજીક એક જગ્યાનું નામ છે. આજકાલ એ એક નાનું સરખું ગામ