________________
મુસલમાનોને સંબંધ
[૨૦૩ કેદ કરી સખત સજા કરીને મારી નાખ્યો. હજજાજે તેના ભાઈ આદમની કતલ કરી હતી, કારણ કે તે ખારેજ હતો.”
બલાઝરી (પૃ. ૪૪૫)માં જણાવવામાં આવ્યું છે કે –“વલીદ બિન અબ્દુલ મલેક મરી ગયું અને સુલેમાન બિન અબ્દુલ મલેક ખલીફા થયો, ત્યારે સાલિહ બિન અબ્દુર રેહમાનને ઈરાકનો હાકેમ બનાવત્રામાં આવ્યો અને યઝીદ બિન કબ્બાને સિન્ધનો હાકેમ નીમવામાં આવ્યો, તેણે મોહમ્મદ બિન કાસિમને મોઆવિઆ બિન મેહલબ સાથે કેદ કરી મોકલી દીધે, તેથી સાવિહે તેને આલે અકીલ સાથે સખત રંજાડી મારી નાખે અને હજજાજે સાલિહના ભાઈ આદમ જે ખારે છ હતો તેને મારી નાખ્યો હતો.”
શું આ પુરાવા આપ્યા બાદ પણ મોહમ્મદ બિન કાસિમના મોતને લગતી પાયા વિનાની વાત ડાહ્યો માણસ માનશે ? હવે એ પ્રશ્ન રહ્યો કે બંને છોકરીઓ ગિરફતાર થઈ કે નહિ. મારી માન્યતા મુજબ એ વાત પણ બનવા જોગ નથી, કારણ કે તમામ ઇતિહાસ, એક મતના છે કે દાહિરના અવસાન પછી તેનાં સ્ત્રી, બહેન અને પુત્રોએ લાંબા સમય પર્યત ટક્કર ઝીલી હતી; પરંતુ જ્યારે ઘેર લંબાયો અને સખતાઈ વધી ત્યારે દાહિરની સ્ત્રી પોતાની લેડી અને માલમતા સાથે સતી થઈ. રજપૂતોની આ હિંદુસ્તાની ખાસિયત પુરાણું જમાનાથી ચાલું આવી છે, આને કાઈ ઈન્કાર કરી શકતું નથી.
બલાઝરી (પૃ. ૪૪૪)માં જણાવવામાં આવ્યું છે કે “મોહમ્મદ બિન કાસિમે રાવર ફતેહ કર્યું. ત્યાં દાહિરની સ્ત્રી હતી, તેને પકડાઈ જવાની બીક હતી, તેથી તે માલ અને લેડીઓ સાથે બળી મરી, અર્થાત્ સતી થઈ.” સવાલ એ ઉપસ્થિત થાય છે કે લેડીઓ સતી થઈ તો શું પુત્રીઓ મેહમ્મદ બિન કાસિમની રાહ જોતી બેસી રહી હશે ? આ ઉપરાંત લૂંટના માલની યાદી આ ઇતિહાસમાં છે જેમાં સોના ચાંદીની મૂર્તિને પણ ઉલ્લેખ છે. આશ્ચર્યની વાત તો એ છે કે બંને છોકરીઓ વિશે તેમાં કંઈ જણાવવામાં આવ્યું નથી. તેમ છતાં