________________
૨૦૦ ]
ગુજરાતનો ઇતિહાસ આ હુકમ મોહમ્મદ બિન કાસિમને પહોંચ્યો ત્યારે કંઈ પણ ઢીલ કર્યા સિવાય હુકમનો અમલ થયે. ત્રણ દિવસ પછી તે આ દુનિયા છોડી ગયો. આ લાશ ખલીફાને પહોંચી ત્યારે તેણે તે દાહિરની પુત્રીઓને બતાવી. તેઓ પણ તે જોઈ અતિ ખુશ થઈ પરંતુ સાથે સાથે ખલીફાને પણ કેટલીક નસીહત આપી કે ખલીફાએ કઈ પણ કામ સોચી સમજીને કરવું જોઈએ, અને દોસ્ત દુશ્મન તેમજ સત્ય અને અસત્ય તરફ પણ ધ્યાન આપવું જોઈએ. હકીકત તો એ છે કે મોહમ્મદ કાસિમ બેકસૂર હતો. તેણે તો અમને હાથ સુધ્ધાંતથી પણ સ્પર્શ કર્યો નથી, પરંતુ આ કામ અમેએ ફકત વેરને લઈને કર્યું છે, કારણ કે તેણે અમારું ખાનદાન અને અમારા મુલ્કને વિનાશ કરેલ છે. ખલીફાએ નારાજ થઈ છોકરીઓની કતલ કરી.
આ બનાવ કેઈકે વિગતવાર અને કોઈકે ટૂંકમાં લખે છે, પરંતુ એમાં સત્યને બિલકુલ અભાવ છે. આ બનાવ પ્રથમ તો “ચચનામા”માં વર્ણવવામાં આવેલ છે. અસલ એ કિતાબ અરબી ઝબાનમાં હતી. સુલતાન નાસિરૂદીન કબાચાના જમાનામાં એ ફારસી સ્વરૂપમાં બહાર પડી. અનુવાદક જણાવે છે કે એ કિતાબ એક અરબી ખાનદાનના એક અગ્રગણ્ય શખ્સ તરફથી મળી છે, જેના બાપદાદાઓમાંથી કેઈએ તે રચી છે. પરંતુ જે વંશાવળી આપવામાં આવી છે તેમાંથી હરેકના સમય ૨૫ વરસનો આયાથી પણ ૨૨૫ વરસ થાય છે. એનો અર્થ એ થાય છે કે આ કિતાબ અવસાનના બનાવ પછી પણ ત્રણસો વરસે લખવામાં આવી છે. તેના મુકાબલામાં ત્રીજી અને ચોથી સદીના એવા ઘણું આધારયુક્ત ઇતિહાસકારેની કિતાબો મળે છે જેમનો દરજો ઘણો ઊંચો હતો અને દરબારી અને સરકારી સંબંધોને લઈને તમામ અતિહાસિક આધારે તેમની સામે મજુદ હતા. વિશ્વાસપાત્ર રાવીઓનાં ખ્યાનો તેમનું સમર્થન કરે છે. તેથી એવા આધારયુકત અરબી ઈતિહાસોમાંથી જાણવા જેવી બાબતે મેળવવાની આપણી ફરજ છે.