________________
મુસલમાનાના સંબધ
[ ૧૯૯ પગ માથું નથી. રાજા દાહિરની પુત્રીઓને લેાંડી તરીકે ખલીફાને ત્યાં મેકલવામાં આવી હતી કે નહિ એ બાબત સશોધન કરવા લાયક છે. ખીજું એ કે જે લેાકેા ઈસ્લામની તારીખેાથી વાકેફ છે તે સારી રીતે જાણે છે કે ખલીફા સુલેમાનને હજાજ બિન યૂસુફ્, આફ્રિકાના હાકેમ મુસા અને તુર્કસ્તાનના હાકેમ ચુતચ્છા બિન મુસ્લિમ સાથે ક્યા કારણથી અદાવત હતી. હું માનું છું કે આ મેાક્કા ઉપર ટ્રેંકમાં વાચકા માટે સાચી બાબતે લખું. ખરી વસ્તુસ્થિતિ એ છે કે સામાન્ય ફારસી ઇતિહાસકારાએ પરભાષાથી દૂર રહી કેટલીયે જગ્યાએ અસત્ય બનાવાના ઉલ્લેખેા કર્યાં છે. માહમ્મદ બિન કાસિમને બનાવ પણ આમાંના એક છે; જેવા કે આમ ફારસી ઇતિહાસે। જેવા કે ચચનામા, ફરિશ્તા, માસૂમી, તબકાતે અકારી, ઝુદ્દતુતવારીખ, સેયલમુતઅખ્ખરીન વગેરેના કર્તાઓએ કા પણ ઇતિહાસના આધાર વગર પાતપેાતાની કિતાબેમાં આ બનાવના ઉલ્લેખ કર્યાં છે. ત્યારપછી એ તારીખામાંથી અંગ્રેજી, હિંદી, ગુજરાતી, મરાઠી અને સિ ંધી ભાષાઓમાં જે ઇતિહાસેા લખવામાં આવ્યા છે તેમાં પણ તેમને પડધેા જ છે. આથી આ ભાષાઓના લેાકા ઉપર એ બનાવ વાંચી બહુ અસર થઇ જતી હેાય એમ લાગે છે. પ્રથમ હું ફારસી ઇતિહાસકારાએ લખેલા બનાવનું વર્ણન કરું છું. રાન્ત દાહિરના માર્યા ગયા તેમજ બ્રહ્મનાબાદને કિલ્લેા જિતાયા બાદ લૂંટના માલ તરીકે દાહિરની બે પુત્રી વિજેતાના હાથમાં ગઈ. તેમની ખૂબસૂરતી જોઈ મેાહમ્મદ બિન કાસિમે તેમને ખલીફાની પાસે મેાકલવાનું ઉચિત સમજી હજ્જાજ મારફત રવાના કરી દીધી. ખલીફા પાસે પહોંચી ત્યારે તેમણે કહ્યું હવે અમે ખલીફાને લાયક નથી, કારણ કે મેાહમ્મદ બિન કાસિમ પહેલેથી જ ખૂબસૂરતીના બાગની બહાર લૂટી ચૂકયે છે. આથી ખલીફાએ ગુસ્સામાં આવી સત્વર એક ફરમાન બહાર પાડયું કે મેાહમ્મદ બિન કાસિમને જ્યાં હોય ત્યાંથી બળદના ચામડામાં શીવી ખલીફા પાસે હાજર કરવા.