________________
મુસલમાનાના સંબંધ
[ ૧૯૭
L+
તે લૂંટી લીધાં. તે વખતે બની યરપ્રૂઅ ખીલાની એક સ્ત્રીએ હાજના નામથી મદદ માગી. આ ખખર હાજતે પહેાંચી, હજા૨ે સત્વર એક પત્ર સિંધના રાજા દાહેર ઉપર લખી દરખાસ્ત કરી કે જે સ્ત્રીઓને ગિરફતાર કરવામાં આવી છે તેમને છૂટી કરવી જોઇ એ તેમજ તેમના માલ અને અસ્માબ પાછા સોંપવા જોઈએ. રાજાએ જવાબ આપ્યા કે એ કામ ડાકુએ ક્યું છે અને આવા લુટારુને મારાથી પહેાંચી વળાય એમ નથી. તે ઉપરાંત અરબ ગુનેગારે! ખલીફા હજ્જાથી બચવાને સિંધ નાસી આવ્યા હતા. અર્થાત્ ગુનેગારો માટે સિંધ આશ્રયસ્થાન બન્યું હતું; જેવેક માહમ્મદ અલ્લારીને બનાવ મદૂર છે. ત્યારપછી હજજાજે સિંધના સરહદ–હાકેમ અબ્દુલ્લાહને લખ્યું કે દેવલના દરિયાઈ રસ્તો મુસલમાને માટે ભયભરેલા છે, તેથી કેટલીક ફેાજ લઈ એ રસ્તાને સહીસલામત બનાવા. કમભાગ્યે મુલ્કના લેાકેાએ સખત મુકાબલા કર્યાં અને અબ્દુલ્લાહ માર્યા ગયેા. આથી મુદ્દેપ્સ અજલીને હજજા મેકલ્યા તે ઘેાડા ભડકવાથી પડી મરણ પામ્યા અને આ કામ અપૂર્ણ રહ્યું. બતે વખતે ચાર હારથી વધુની ફેાજ ન હતી. આ ઉપરથી એમ જણાય છે કે શરૂઆતમાં સિંધ ફતેહ કરવાની ઇચ્છા ન હતી; ફક્ત શિક્ષા કરવાને ઊજ મોકલવામાં આવી હતી; પરંતુ હજ્જાજ એવા ન હતો કે એક કામ કરવાની ઇચ્છા કરી પછીથી અપૂર્ણાં હોડી દે. એ અતિ બળવાન અને મહત્ત્વાકાંક્ષી હતા. ખે વખતની નિષ્ફળતાથી એને ખાતરી થઈ કે એ કંઈ સાધારણ સરહદી બનાવ નથી કે જે ચેતવણી આપતી ફાજથી ખતમ થાય.
૧. બલાઝરીએ લંકાનું નામ જઝીરતુલ ચાંકૂત લખ્યુ છે. અને એ નામ પાડવાના કારણ માટે લખ્યું છે કે ત્યાંની સ્ત્રીઓ અતિ ખૂબસૂરત છે તેથી જ એને જઝીરતુલ ચાકૂત (માણેકને બેટ) કહેવામાં આવે છે. હું ધારુ હું કે આ તે પ્રમાણે નથી, પરંતુ ત્યાં ચાકૂત (માણેક) પુષ્કળ નીકળતાં હતાં, તેથી એ નામ પડયું હતું.