________________
૧૯૬]
ગુજરાતનો ઈતિહાસ ઈ. સ. ૭૦૫ (હિ. સ. ૮૬)માં વલીદ બિન અબ્દુલમલેક ખિલાફતના તખ્ત ઉપર બિરાજ્યો ત્યારે હજજાજ બિન યુસુફ ઈરાકને હાકેમ હતો, જેના હાથ નીચે બલુચિસ્તાન, મકરાણ, અને સિંધના સરહદી ઈલકા હતા. વલીદ બિન અબ્દુલ્મલેક જ તમામ ખલીફાઓમાં એવો હતો કે જેના હાથ નીચે એશિયા, યુરોપ, અને આફ્રિકાને મોટે ભાગ હતો. મૂળ અરબ નસલના ખલીફાઓમાં એમના જેવો શાનદાર અને એના જેટલા તાબાના દેશોને માલિક ત્યાર પછી કઈ થયો નહિ. એવા પાદશાહે સાથે કુદરતી રીતે સંબંધ બાંધવાની દુનિયાના હરેક પાદશાહની મરજી હતી. રાજકીય અને નૈતિક રીતે સુલેહ સંપ રાખવાની મહત્ત્વાકાંક્ષા હરેક પાદશાહ પિતાના ફાયદા માટે સેવે છે. આ જ સ્થિતિ વલીદની પણ હતી.
એશિયા, યુરોપ, આફ્રિકાથી, ટૂંકમાં હરેક દિશાએથી એલચી દરબારમાં આવતા હતા અને પિતપોતાના પાદશાહ તરફથી વિશ્વાસ જાહેર કરતા હતા. લંકાનો રાજા પણ એઓમાંને એક હતો અને ખિલાફતના દરબાર સાથે રાજકીય અને નેતિક રીતે શુદ્ધ ભાવનાની વૃદ્ધિ કરવા ચાહતો હતો, તેથી સંજોગો અનુસાર તેને મેક્કો મળી ગયે.
તે સમયે અરબે પણ પિતાનાં રણોમાંથી બહાર આવી રણવાસને છેલ્લી સલામી આપતા હતા અને દુનિયાના હરેક ખૂણામાં ફેલાઈ જઈ જુદાં જુદાં કાર્યોમાં મશગૂલ થતા હતા.એજ અરબમાં કેટલાક એવા મુસલમાન હતા જેઓ લંકામાં વેપાર અર્થે આવ્યા હતા અને જેમની સાથે તેમનાં માં છોકરાં પણ હતાં. આ આરબોનું અવસાન થતાં લંકાના રાજાએ તેમનાં કુટુંબને ખાસ વ્યવસ્થા કરી ખિલાફતના દરબારમાં મોકલી આપ્યાં અને તે માટે હજજાજનો વગવલ મેળવવા પ્રયત્ન કર્યો; આથી હજજાજ માટે કેટલાંક વહાણો ઈનામ બક્ષીસોથી ભરેલાં મેકલ્યાં તે ઈરાકના મુખ્ય બંદર બસરા તરફ જતાં હતાં. ત્યાંના હાકેમનું નામ હજજાજ બિન યુસુફ સકસી હતું. તે જહાજે દબુલ (દેવલ) નજીક પહોંચ્યાં ત્યારે દેવલનાં લેકેએ