________________
૧૯૪]
ગુજરાતને ઈતિહાસ હઝરત ઉમરની મનાઈ છતાં હકમ બિનુલઆસે ભરૂચ જેને અરબીમાં “બરૂસ” કહેવામાં આવે છે અને જે લાખ અને ગળીના વેપાર માટે મશહૂર પુરાણું બંદર હતું તે ઉપર બીજી વાર ચડાઈ કરી અને પોતાના ભાઈ મુગીરા બિનુલઆસને દબુલ પર હુમલો કરવાને રવાના કર્યો, જ્યાં દુશ્મનો ઉપર તેમણે ફતેહ મેળવી.
હઝરત ઉસ્માન ખલીફા થયા ત્યારે તેમણે ઈરાકના હાકેમ અબ્દુલ્લાહ બિન આમિર બિન કુરેઝ ઉપર હિંદુસ્તાનની હાલતનો
ખ્યાલ મેળવવાને માટે કેઈ ને મલવા લખ્યું, તેથી તેણે હકીમ ભાગમાં જાય છે. અને “થાણેશિયા” કપડાં ત્યાંનાં મશહૂર છે. (ભા. ૫ ૫૦ ૭૧-૭૨. પ્રેસ મિસર). માર્કોપોલો લખે છે કે “અહી નો પાદશાહ આપખુદ છે અને અહીંની ભાષા અલગ છે. (બહુધા કોંકણું હશે). એ મુલકમાં મસાલા વગેરેની પેદાશ નથી, પરંતુ ધૂપ અને ગૂગળ ત્યાં પુષ્કળ પેદા થાય છે. પરદેશી જહાજે અહીં ચીજે લાવી વેચે છે અને અહીંથી પિતાના દેશમાં બીજી ચીજો લઇ જાય છે. સાગરે અહીંથી સોનું, ચાંદી, ત્રાંબું, રૂ અને બીજી વસ્તુઓ લઈ જાય છે. અહીંના હાકેમના હુકમથી સેદાગરનાં જહાજે લૂંટવામાં આવતાં. હરેક જાતને માલ પતે લઈ રાજાને ઘાડા આપી દેવામાં આવતા. ઘણું કરીને આ જ કારણથી મુબારક ખલજીએ તેને પોતાના તાબામાં લઈ લીધું, જેથી કરીને સેદાગરે સુરક્ષિત રહે.
૧. દયબુલ:–એ અસલ દેવલી ઉપરથી થયેલું અરબી રૂપ છે. ત્યાં એક મશહુર દેવળ હતું તે ઉપરથી તે શહેર “દેવલ નામથી ઓળખાયું છે. એ સિંધનું પુરાણું બંદર હતું. તે લાંબા સમય પર્યત પાયતખ્ત રહ્યું હતું. તે લાહરી બંદરથી ફક્ત પાંચ માઈલના અંતરે આવેલું હતું. ફરિતા અને અબુલ ફઝલે દેવલ અને ઠઠ્ઠાને એક જ શહેર ગયાં છે; પરંતુ એ તેમની ભૂલ છે. ઠઠ્ઠા પુરાણું શહેર નથી; એ અલાઉદ્દીન ખલજીના જમાનામાં વસ્યું હતું. ઇબ્ન બત્તાએ અમીર અલાઉલ મુલ્કની સાથે જે ખંડિયેરો સિંધમાં જોયાં હતાં તે જનરલ કનિંગહામના સંશોધન પ્રમાણે એ જ “દેવલનાં હતાં. લાહરી બંદરની આબાદીએ એને તેડી નાખ્યું. તે ૯૨° ૩૧" રેખાંશ અને ૨૪° ૨૦” અક્ષાંશ ઉપર આવેલું છે.
(હાંસિયા-ઇન બતારિફાહે આમ પ્રેસ, લાહેર)