________________
૧૨]
ગુજરાતનો ઈતિહાસ
એમાં અરબેનું નામ કોઈ પણ જગ્યાએ આવતું નથી; તેને બદલે ગ્રીક અને ઈરાનીઓનું પુષ્કળ આવે છે, અને તેથી એમ ધારવામાં આવે છે કે અરબો સાથેના વેપારી સંબધો સીધે રસ્તે હિંદના કિનારાથી કપાઈ ગયા હતા. પરંતુ હું એમ માનું છું કે યમનના, લકોને વિનાશ પછી, હિંદીઓએ યમનને બદલે ઉમાન સીધે રસ્તે જહાઝ મેકલવાનું શરૂ કર્યું. રાતા સમુદ્રની ખતરનાક સફર કરી સિરિયા અને મિસર જહાઝ લઈ જવા કરતાં હિંદીઓ માટે આ રસ્તો સહીસલામત હતો કે હિંદુસ્તાનના કિનારે કિનારે પોતાનાં જહા ઉમાનના કિનારે જઈ ઉતારે; જેમકે તારીખે હિંદ (ગ્રંથકાર ઝકાઉલ્લાહ)માં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે હું ધારું છું કે ગુજરાતથી બે કાફેલા જતા હતા : એક જમીનમાર્ગે ઈરાન થઈ યુરેપ જતો અથવા તો ફક્ત ઈરાન જઈ માલનું વેચાણ કરી પાછો આવી જતે અને ઈરાનવાળા તે માલ યુરેપ પહોંચાડતા; બીજે દરિયાઈ રસ્તો હતો, એટલે કે ગુજરાત સૌરાષ્ટ્રના કિનારે કિનારે ઉમાનના કિનારે પહોંચી માલ ઉતારવામાં આવતું, જ્યાંથી કુરેશી (મક્કાના લેકે) અને બીજા વેપારીઓ માલ લઈ તમામ અરબ અને સિરિયામાં વેચતા હતા. મારા ધારવા મુજબ આ સ્થિતિ ઈસ્લામ ધર્મની શરૂઆત પર્યત રહી.
: : હિંદમાં મુસલમાનોનું આગમન આમ તે અરબસ્તાન અને હિંદુસ્તાન એ બેઉ દેશો વચ્ચેને વેપાર-સંબંધ વરસોથી હતો, પરંતુ હિંદુસ્તાનમાં મુસલમાનોનું ખાસ આગમન હઝરત મોહમ્મદ (સલ.)ના વખતથી શરૂ થયું. તેહફતુલમુજાહિદીનના કહેણને સત્ય માનવામાં આવે તો ઈસ્લામનું નિર્મત્રણ મલબારના રાજાને પેગમ્બરના સમયમાં જ પહોંચી ગયું હતું અને મલબાર તરફથી એક પ્રતિનિધિ મંડળ પહેલા ખલીફા અબુબક્ર