________________
૧૯૦ ]
ગુજરાતનો ઇતિહાસ સમયમાં વેપાર ચાલતો હતો. હાથીદાંત, વાંદરાં, મોર વગેરે પેલેસ્ટાઈન જતાં હતાં. આવી રીતે કાપડના વેપાર અરબ લોકોને પ્રિય ધંધે હતા અને યમન તે માટેનું “કેન્દ્ર” હતું. યમનની ચાદરે ઈસ્લમ યુગ પર્યત મશહૂર હતી, તેથી એ તો નિઃસંદેહ વાત છે કે ખુદ યમનમાં કાપડનાં કારખાનાં મોજુદ હતાં. પરંતુ કાપડનાં કેટલાંક નામો અસલ હિંદી હેવાના કારણથી એમ કહેવાય છે કે હિંદુસ્તાનથી પણ કાપડ જતું હતું. તેમાં મલમલ, છીંટ અને રૂમાલ ખાસ કરીને ઉલ્લેખ કરવા લાયક છે. જેને અરબીમાં કરક્સ (કપાસ અર્થાત્ રૂ), શીત (છીંટ) અને ફેતા (ટુવાલ) કહે છે કહેવાય છે કે મિસરના પીરામીડોમાં એ કેટલાંક કપડાં હિંદુસ્તાનમાં વણાયેલાં મળ્યાં છે. શું બંગાળાના જાદુગર મિસરની મૂર્તિઓ પર પણ અસર કરતા હતા? ખુદ ભરૂચમાં પણ ક્રાઈસ્ટ પહેલાં સુંદર કાપડ બનતું હતું. આ ઈ. સ. પહેલી સદીના પહેલાંની હકીકત છે. ઈસ્વી પહેલી સદીમાં રમના મશહૂર ઈતિહાસમાં પ્લીની એક જગ્યાએ ફરિયાદ કરતાં જણાવે છે કે મની લત વાર્ષિક ૨૦ લાખ પૌડ જેટલી, હિંદુસ્તાનનો માલ ખરીદવામાં જાય છે. આ પછી સો વરસ બાદ એટલે કે ઈ. સ. ૨૦૦ માં બલીમ્સ જે મશહૂર ભૂગોળશાસ્ત્રી હતો તેણે અરબસ્તાન વિશે જે કંઈ સંશોધન કર્યું તેમાં મોટે ભાગે અરબ વેપારીઓ કનેથી તેણે સાંભળેલું છે, કારણ કે તે સમયે પણ એલેકઝાન્ડ્રિયા અરબ વેપારીઓનું કેન્દ્ર હતું, જેના વેપારનું તેજી બજાર રોમનોની દરિયાઈ જહાઝને લઈને જે કે ઠંડુ પડી ગયું હતું તેમ છતાં તે નષ્ટ તો થયું ન જ હતું. ત્રીજી સદીથી માંડી છઠ્ઠી સદી પર્યત રોમનોને લઈને એટલી બધી રાજકીય ઊથલપાથલો શરૂ થઈ કે તેનાથી પરદેશી વેપારને સખત નુકસાન પહોંચ્યું, એટલું જ નહિ પરંતુ ખુદ અરબસ્તાનમાં સંપૂર્ણ સહીસલામતી ન રહી. અને આવી રીતે અરબોને
૧. બૌદ્ધમતી હિંદ, પૃ. ૨૮, પ્રેહૈદરાબાદ, દક્ષિણ ૨. રિસાલએ નિગાહ, પૃ. ૪, એકબર, ૧૯૨૪