________________
મુસલમાનો સંબંધ
[ ૧૯૧
વેપાર એકંદર અરબસ્તાનમાં જ મર્યાદિત થયો. અર્થાત અરબ વેપારીઓ યમનથી લઈ સિરિયામાં વેચાણ કરી પાછા ફરતા. અરબસ્તાનની કામોમાં સબા પ્રજાને વધુ પ્રમાણમાં વિનાશ થયો હતો. અલબત્ત હિમિર ખાનદાને એનું રક્ષણ કર્યું હતું, પરંતુ તબાબિયા (એક કામનું નામ)ના સમયમાં યમની અરબ વેપારીઓ રાજકીય બાબતોમાં બેહદ મશગૂલ રહ્યા અને રોમનોએ તેમનો રસ્તો બંધ કર્યો, તેથી રાજકીય અને ધાર્મિક કારભારના કારણે વેપાર વાણિજ્યમાં વધુ ઉન્નતિ થવા પામી નહિ, કારણ કે એક બાજુ યહૂદી (યમનના લેકે) અને ઈસાઈ (એબિસિનિયા અને સિરિયાના લેકે)ની ધાર્મિક અથડામણ, અને બીજી બાજુ સિરિયા, મિસર અને એબિસિનિયા ઉપર રોમનોના કબજામાં તમામ રસ્તા બંધ કરી દીધા; આથી મુલ્ક પારનો વેપાર તે બંધ થયે, એટલું જ નહિ પરંતુ મુલ્કની અંદર પણ યમની લોકોના હાથમાંથી તે હિજાઝી લેકાના કબજામાં ગયે, અને આથી હિંદુસ્તાનના વેપારનું જોર કમ થયું, અને અહીં વેપાર ઘટી ગયો. જીસસ ક્રાઈસ્ટના પહેલાંના સંસ્કૃત ગ્રંથોમાં જે “યવન” નામ આવે છે તે મારા ધારવા મુજબ આ જ “યમ”થી એકરૂપ શબ્દ છે. અહીં સુધી જે કંઈ વર્ણન આપ્યું તે દક્ષિણ અરબસ્તાન (યમન)ના વેપારીઓની હકીકત હતી. ઈ. સ. પૂર્વે ત્રીજી સદીમાં ગ્રીક લકેએ હિંદુસ્તાનથી જમીનમાર્ગે યુરેપ સુધીને રસ્તો ખુલ્લે કરી દીધા હતા અને તેથી દિવસે દિવસે આ રસ્તાથી વેપારની ઉન્નતિ થતી જતી હતી. ઇસ્વી ત્રીજી સદીમાં આ વેપાર ખીલ્યો અને પરિણામે યમનને વેપાર બિલકુલ બંધ થઈ ગયે, પરંતુ ઉમાનને વેપાર ઉજજવળ થયો. જે કે ભરૂચની પડતી થઈ, પરંતુ સોપારા જે થાણા પાસે એક બંદર હતું તે રોનકદાર થઈ ગયું. અહીંને માલ જમીનમાર્ગે ઈરાન જતો અને ઇરાનથી ઉમાન અને ઉમાનથી ફરીથી કુરેશી કે હિજાઝી વેપારી સિરિયા પહોંચાડતા હતા. આ ખ્યાન પુરાણું હિંદુ ઈતિહાસનું છે, કારણું કે એ સદી