________________
મુસલમાનોને સંબંધ
[ ૧૯ “હિંદી” શબ્દ મૂકી ઉપયોગ કરવામાં આવે છે તેથી આ બાબત જણાઈ આવે છે; જેવી કે ઉદ હિંદી, કુસ્ત હિંદી, તમર હિંદી. ઉત્તમ પોલાદનાં ઓજારે અને તરવાર હિંદુસ્તાનથી જ જતાં હતાં, તેથી અરબીમાં તરવારના વિશેષણ તરીકે “હિંદી” અને “મેહન્નદ” વાપરવામાં આવે છે. અને સિરોહી આજ પણ એ માટે મશહૂર છે. એક શાએર કહે છેઃ “દાહિર સાથેની લડાઈના દિવસના ઘોડા, ભાલા અને મોહમ્મદ બિનકાસિમ બિન મેહમ્મદ સાક્ષી છે કે મેં લશ્કરને હાર આપી અને હિંદી તરવાર ઉપર તેમના રાજાને રાખે.”
જે કે ઈતિહાસકાર હમદાની “સિફતો જઝરતિલ અરબ૩ નામની પોતાની ક્તિાબમાં અરબસ્તાનની સંખ્યાબંધ ખાણોને ઉલ્લેખ કરે છે. ફક્ત યમામા અને નજદમાં સેનાની છ ખાણું તે બતાવે છે. સેના ઉપરાંત ચાંદી, તાંબું અને અકીકની પણ ખાણો બતાવવામાં આવી છે. સારી કિતાબમાં ૧૭ ખાણને ઉલ્લેખ છે. અને એ માનવામાં કંઈ પણ વાંધો નથી, પરંતુ ખપત–પ્રમાણ વધવાથી સોનું, ચાંદી અને અકીક હિંદુસ્તાનથી પણ ત્યાં જતાં હોય તો તેમાં કંઈ અજાયબ થવા જેવું નથી. જેમકે આજ પણ અકીક ખંભાતથી બહારના દેશમાં પુષ્કળ જાય છે અને હિંદુસ્તાનમાં સેના ચાંદીની ખાણ હોવા છતાં અમેરિકા અને આફ્રિકાથી સોનું ચાંદી આવે છે. બહુ સંભવિત છે કે અશઅયા નબીના વખતમાં ઉમદા અત્તર, જવાહિર, સોનું જે યમનના એડન અને હઝરમોતના કાના બંદરથી સિરિયા જતાં જણાય છે તે હિંદુસ્તાનથી જ ગયાં હોય. જેવું કે ઈ તહાસકાર જવઝિપસે પિતાની કિતાબમાં જણાવ્યું છે કે “સોપારા અને જવઝિપસ રેરખ (ભરૂચ નજીક) બંદરથી હઝરત સુલેમાનના
૧. સિરોહી આબુની પાસેનું એક શહેર છે. ત્યાંની તરવાર અને કટાસ બહુ મશહુર છે.
૨. બલાઝરી-ઝિકરે ફહે સિંધ. ૩. મજકુર ક્તિાબ છે. લંડન, પૃ. ૧૫૪