________________
મુસલમાનોને સંબંધ
[ ૧૮૭ મારબમાં છે જે ઝાડોથી ચિકાર પહાડ ઉપર સ્ત્રીઓના જેવી નચિંતા અને એશઆરામ જિંદગી ગુજારે છે. ફળોની રેલમછેલને લઈને લોકે સુસ્ત આળસુ અને બેકાર થઈ ગયા છે; ખુશબેદાર ઝાડનાં થડમાં પડી રહે છે. બળતણ માટે તજ અને ખુશબોદાર લાકડાને ઉપયોગ કરે છે. કેટલાક લેકે ધંધો ખેતીને છે અને કેટલાક દેશી અને પરદેશી મસાલાનો ધંધો કરે છે. આ મસાલા સામેના એબિસિનિયાના કિનારાથી લાવવામાં આવે છે, જ્યાં સબાના લોકો ચામડાની હેડીમાં બેસી નદી પાર ચાલ્યા જાય છે. નજીકના લેકે. પાસે સબા કે વેપારને સામાન ખરીદે છે અને તે પિતાના પાડેશીને આપે છે; આવી રીતે તુરત તેઓ સિરિયા અને મસલ પર્યત પહોંચે છે.”
અરબની આ હાલતોનું વર્ણન કરવામાં મારો હેતુ ફકત એટલે છે કે વાચકોને વિગતવાર ખબર પડી જાય. યમની, અરબોની સબા કામ એક ધંધાદારી કેમ હતી. તેમને હિંદુસ્તાનના કિનારાથી માંડી એલેકઝાન્ડ્રિયા પર્વતનાં બજારેને એકહથ્થુ વેપાર હતો. મેં આ પહેલાં તારીખી પુરાવા સહિત બતાવી દીધું છે કે અરબો કેટકેટલી ચીજોને વેપાર કરતા હતા. હવે પ્રશ્નોત્પાદક બાબત એ છે કે આ ચીજે ક્યાંથી આવતી હતી. આનો જવાબ યુનાની, રોમ અને અરબસ્તાનના ઈતિહાસકારોએ આવે છે કે આમાંની થોડીક ચીજે હિંદથી અને કેટલીક આફ્રિકાના કિનારાથી આવતી હતી અને બાકીની અરબસ્તાનમાં પેદા થતી હતી, જેવું કે ઉપર ગ્રીક ઈતિહાસકારોના ખ્યાનમાં જણાવવામાં આવ્યું. અરબસ્તાનના ઇતિહાસકારોએ અને ખાસ કરીને હમદાનીએ તફસીલથી તે મુલ્કમાં પેદા થતાં છેડો અને ઝાડ વિશે લખ્યું છે. લેબાન અને કેશર વિશે તે લખે છે કે “અહીંથી દરેક ઠેકાણે એ જાય છે. ભિન્ન ભિન્ન જાતનાં ફૂલે અને વનસ્પતિ યમન અને નજદમાં ૧. વિગત માટે અલ કુરાન જોવું, સબા વિશેને ખ્યાનમાં.