________________
૧૮૬]
ગુજરાતનો ઈતિહાસ વગેરેનાં અતિ ઊંચાં ઝાડનાં ગાઢ જંગલે છે અને તે ઝાડોમાંથી અતિ મધુરી ખુશ ફેલાય છે. ઝાડની અસંખ્ય જાત હોવાને લીધે દરેકનાં નામ અને ખાસિયત આપવાં મુશ્કેલ છે. જે ખુશ તેમાંથી ઊડે છે તે જન્નતની ખુશબોથી કમ નથી અને આની તારીફ શબ્દોમાં અદા કરી શકાય નહિ. જે લોકે આ જમીનથી દૂર કિનારા ઉપરથી પસાર થાય છે તે પણ જ્યારે કિનારા ઉપર પવન ફેંકાય છે ત્યારે, એ ખુશબોથી આનંદિત થાય છે. આ મસાલાને ત્યાં કાપે છે અને તેને ઢગલે ત્યાં જ કરે છે, પરંતુ તાજાં અને ખીલેલાં રહેતાં હોવાથી જે લેકે કિનારા ઉપરથી પસાર થાય છે તે જાણે કે અમૃતની મધુરતા અનુભવે છે; બકે ઉપમા પણ ન્યૂન છે. સારી દુનિયામાં સબા લે કે સૌથી દોલતમંદ છે. તેનું ચાંદી પુષ્કળ પ્રમાણમાં હરેક દિશાએથી લાવવામાં આવે છે. દૂર હોવાના કારણથી તે મુલ્ક અજિત રહ્યો. આથી ખાસ કરીને એના પાયતખ્તમાં સોના ચાંદીનાં વાસણે છે. તખ્ત તેમજ રવેશના થાંભલા સેનાથી ઢાળી દીધેલા હોય છે; સોનેરી અને રૂપેરી ચિત્રોથી શણગારેલા હોય છે. મહેલ અને દરવાજા સોનું અને જવાહિરથી મઢેલા હેય. છે. આવી જાતની નકશીમાં તેઓ કળા અને મહેનતનો ઉપકેગ કરે છે...........(અંત પર્યત).
ત્યાર પછી ફરીથી પચાસ સાલ પછી જ્યારે સબાનાં વેપારી બજાર તૂટી ગયાં ત્યારથી લગભગ પરદેશીઓની આવજા બંધ થઈ ગઈ. દેશમાં સુધારાની બીમારી ફેલાવાથી લેકે ચુસ્ત અને આળસુ થઈ ગયા. લેકે વધુ પ્રમાણમાં ખેતીમાં રોકાયા અને ફકત થોડી જ વેપારી પ્રજા રહી જે કમ હિંમત અને આરામ પસંદ હોવાથી દૂરના દેશમાં જતી નહિ, પરંતુ એબિસિનિયાથી સિરિયા પર્યત સફર કરતી તેને વિશે. ગ્રીક ઈતિહાસકાર આર્ટીમીડેરુસને ઈ. સ. પૂર્વે ૧૦૦ વરસ ઉપરનો ઉલ્લેખ સાંભળવા જેવો છે. તે કહે છે કે “સબાને રાજા અને તેને મહેલ