________________
મુસલમાનોને સંબંધ
[ ૧૮૫ ખુશબોદાર ચીજો, સોનું અને જવાહિરાત હતાં. અશઅયા પેગમ્બરના સમયમાં (ઈ. સ. પૂર્વે ૩૦૦ વરસ) સનઆ (યમન)થી સિરિયા પોલાદ, તેઝપાત, અને મસાલો જ હતો. જવાહિર, સોનું અને ખુશબોદાર ચીજો હારાન, કાન અને એડનના રસ્તે આવતી હતી. ઈ. સ. પૂર્વે ૭૦૦ થી ઈ. સ. પૂર્વે પહેલી સદી પર્યત મિસરમાં ગ્રીક લેકેની હકૂમત હતી અને મિસર અને અરબસ્તાન વચ્ચે ઘણો જ ગાઢ સંબંધ હંમેશથી રહ્યો છે, આથી તેઓ અરબ અને ખાસ કરીને સબા કેમ વિશે સારી રીતે માહિતગાર છે. જેમકે ઈ. સ. પૂર્વે ૧૯૪ માં ગ્રીક ઇતિહાસકાર અરાહુસ્પેનિસ અરબ વિશે લખે છે કે “અરબસ્તાનના એક છેડેની હદ ઉપર સમુદ્રની (હિંદી અને અરબી સમુદ્ર) બાજુમાં સબાના લેકે છે તેનું પાયતખ્ત “મારબ” છે. આ ભાગ ઉત્તર મિસરના નીચેના હિસ્સા કરતાં મોટો છે. ઉનાળામાં વરસાદ પડે છે અને નદી વહેવા માંડે છે, જે મેદાનો અને તળાવને મળી સુકાઈ જાય છે. આ કારણથી જમીન એવી લીલીછમ અને ભેજવાળી તર થઈ જાય છે કે ત્યાં પાક સાલમાં બે વખત થાય છે. હઝરતથી સબા સુધીને ૪૦ દિવસને રસ્તો છે. સોદાગરે ૭૦ દિવસમાં મઈનથી “એલા” (શામ–સિરિયા) પહોંચે છે. હઝરમોત, મઈન અને સબાના મુલ્ક રળિયામણું છે. તે મહેલે અને શાહી ઈમારતોને લઈને સુંદર દેખાય છે...........(અંત પર્યત.)
તે પછી પચાસ વર્ષે એક બીજે ગ્રીક તવારીખનવીસ અગાથર શદિસ ઈ. સ. પૂર્વે ૧૪૫માં અરબસ્તાન વિશે નીચે પ્રમાણે લખે છે કે –
“સબા નામના લેકે અરબસ્તાનમાં રહે છે, જ્યાં બેશુમાર સુંદર મેવો થાય છે. સમુદ્રને લાગેલી જમીનમાં બલસાન (એમાંથી તેલ નીકળે છે) અને ઘણું ખૂબસૂરત ઝાડો ઊગે છે. તે દેખાવમાં અતિ રળિયામણું હેય છે. દેશના અંદરના ભાગમાં ધૂપ, તજ અને ખારેક