________________
હિંદુઓને, સમય
[ ૧૭૧ કેટલાક વછરો તેમજ બ્રાહ્મણો પણ બળી મર્યા. એક નાના છોકરે બચી ગયો.૧
કુમારપાળ વિશે એમ કહેવામાં આવે છે કે એક વખત તે એક હાથી ઉપર સવાર થઈને પાટણના દરવાજાની બહાર આવ્યો તે વખતે એક ખૂબસૂરત ધોબણું શરીર ઉપર લાલ રંગની સાડી સજી કપડાં ધોવા જતી હતી. કુમારપાળ તેને જોઈને આશક થઈ ગયો અને તેની પછવાડે સવાર થયો, અને તેની સાથે સંભોગ કરવાની ઇચ્છા કરી, પરંતુ તરત જ એ પાછો ફર્યો અને પસ્તાઈ ચિતામાં બળી મરવાને ઇરાદો કર્યા, જેથી તે પાપનું નિવારણ થાય. તેણે ચિતા તૈયાર કરવાને હુકમ કર્યો અને ફરમાન મુજબ લાકડાને ઢગલો કરી આગ ચેતાવવામાં આવી. લોકોએ એ બાબતની પૂછપરછ કરી ત્યારે તેણે તેમને પરિસ્થિતિથી વાકેફ કર્યો. બ્રાહ્મણ પંડિતેને બોલાવવામાં આવ્યા. તેમને ધાર્મિક અનુમતિ વિશે પૂછવામાં આવ્યું. ખરી વસ્તુસ્થિતિની માહિતી મેળવી તેમણે જવાબ આપ્યો કે “ જરૂર ચિતામાં બળવું જોઈએ.” આથી આગ બરાબર સળગી કે સત્વર કુમારપાળ દેડી આગમાં કૂદી પડ્યો. બ્રાહ્મણોએ તેને તુરત પકડી લીધો અને કહ્યું કે સજા પૂરી થઈ ગઈ. સવાલના જવાબમાં તેમણે કહ્યું કે બૂરા કામને ઈરાદો આત્માએ કર્યો હતો તેથી સજા તેને થવી જોઈએ અને તે એવી રીતે મળી ગઈ કે તે સમયથી અત્યાર સુધી તમારા આત્માને ખરેખર વેદના રહી, પરંતુ તમારા બને તે કોઈ પ્રકારને ગુનો કર્યો ન હતો, (અર્થાત તમે તેને હાથ પણ લગાડ્યો ન હતો, તેથી બદનને શિક્ષા કરવાની કે બાળવાની કોઈપણ જાતની જરૂર નથી. કુમારપાળે આવી રીતે મોતથી બચી ઈશ્વરનો આભાર માન્યો. (બહુધા બ્રાહ્મણને લાયકાત પ્રમાણે ખૂબ દાન આપ્યું હશે.)
૧. તારીખે ગુજરાત, પૃ૦ ૧૮૩, લાહોર ૨. જામિકલું હિકાયાત, ઔરી હસ્તલિખિત ૯૩.