________________
પ્રકરણ બીજું મુસલમાનેને સંબંધ
અરબસ્તાન અને હિંદુસ્તાન વચ્ચે પુરાણુ સમયને સંબંધ ગુજરાત પ્રાંત કુદરતી રીતે એવી રીતે આવે છે કે પશ્ચિમ તરફ અરબી સમુદ્ર અને તેની સામે ઉમાન છે; તેની જમણી તરફ ઈરાનને અખાત અને ડાબી બાજુએ એડનને અખાત છે, જેની સામે આફ્રિકા આવેલું છે. એડન યમનનું પુરાણું બંદર છે. હઝરમોત ગુજરાતની સામે જ આવેલું છે, તેથી આ કુદરતી સદૃલતને લઈને મહેમાંહે વેપારી સંબંધ વધે એ એક કુદરતી વાત હતી, જે ઐતિહાસિક પુરાવાથીયે સંપૂર્ણ રીતે ખરી ઠરે છે. અરબસ્તાનમાં ખાસ કરીને યમન અને હઝરમોત એવા પ્રદેશ છે કે તેમને ગાઢ સંબંધ હિંદુસ્તાન (ગુજરાતના કિનારા) અને મલબાર સાથે રહ્યો છે. એ
અરબોની આવજા દરિયાઈ માર્ગે થતી હતી અને એ લોકે ચતુર વહાણવટીઓ હતા; જેવા કે અદ્યાપિ પણ હઝરત અને એડનના લકા વહાણ હાંકવામાં નિપુણ ગણાય છે. એ તે ખચીત વાત છે કે હિંદુસ્તાન સાથે કેટલાક અરબને સંબંધ રહ્યો છે. વળી એ દેશ ઉપર અરબ લોકોને એટલે બધો પ્રેમ હતું કે તેનું (હિંદનું) નામ તેમણે ઈશ્ક અને આશકી વિષય રાખ્યો, એટલે સુધી કે હિંદના એક ખાસ હિસ્સા (બહુધા સિંધ હશે)ના લોકોને અરબના વંશજો કહેતા હતા. શઉબિઆ જેઓ અરબના દુશ્મનોમાં એક મશહૂર વર્ગ છે તે આ દાવા માટે પુષ્કળ હાંસી કરે છે. એક શાએર કહે છે, “એહ અરબ, તમે કહે છે કે હિંદુસ્તાનીઓ નંદક (એક અરબનું નામ)ના વંશજો છે અને તમારા અને બર્બરે વચ્ચે સંબંધ છે.” ૧. ઉત્તર આફ્રિકાની એક જંગલી કેમ ૨. તારીખે અરબે કદીમ પૂ૦ ૩૮-૪૦, પ્રેસ નવલકિશોર