________________
૧૮૦]
વાતે નાગર હતા. માધવની સ્ત્રી અતિ ખૂબસૂરત હતી. કરણ તેના ઉપર આશક થઈ ગયો. તેને મેળવવાની તેણે યુક્તિ રચી. માધવને ઘડા ખરીદવા કાશ્મીર મોકલી દીધો અને કેશવને એક લડાઈમાં મોકલ્ય અને સ્ત્રીને બળજબરીથી કબજે લીધે. કેશવ પાછા આવ્યા ત્યારે તેને પુષ્કળ કિધ ચડ્યો અને લડી મરણ પામે. માધવને જ્યારે ખબર થઈ ત્યારે તમામ ઘેડા અને અસબાબ સાથે તે સમયના ઉત્તર હિંદુસ્તાનના ઝબરદસ્ત પાદશાહ અલાઉદ્દીન ખલજી પાસે દિલ્હી પહોંચ્યો. તેણે અલાઉદ્દીનને ગુજરાત જીતવા માટે ઉશ્કેર્યો અને પોતાની મદદની ખાત્રી આપી, આથી અલાઉદ્દીન ખલજીએ એક સેનાપતિને એક જ લઈ મોકલ્યો. કરણુ ગુજરાત છેડી દક્ષિણમાં ચાલ્યો ગયો. તે દિવસથી ગુજરાત મુસલમાનોના કબજામાં આવ્યું. કરણ રાજા જે કરણ ઘેલે (પૂર્ણ) પણ કહેવાય છે તે આ વંશનો છેલ્લો રાજા હતો જે પછી આ મુલ્કમાં રજપૂતની હકૂમત હંમેશ માટે ખતમ થઈ
વાઘેલા રાજાઓની વંશાવી
ગુજર કામ
સોલંકી રાજપૂત
પરમાર રજપૂત
ગુજરાતનો ઈતિહાસ
કુમાળપાળ સોલંકીને બાપ
કુમારપાળને – ઈ. સ. ૧૧૪૩ (હિ. સ. ૫૩૮) વાધેલા ગામને કાકે
જમીનદાર. કુમારપાળના સમયની શરૂઆત.