________________
૧૭૨]
ગુજરાતનો ઇતિહાસ કુમારપાળના ગુરુ હેમાચાર્ય ઈ. સ. ૧૦૮૯ (હિ. સ. ૪૭૨) માં જન્મ્યા હતા. તેની જન્મભૂમિ ધંધુકા હતી. જેન સાધુ દેવચંદ્ર એમનાં શાણપણ અને ચાતુરી જોઈ પિતાની સાથે રાખ્યા. ૯ વર્ષની વયે દીક્ષા આપવામાં આવી અને ૨૧ વર્ષની ઉમર થતાં તે સુંદર છોકરો શિક્ષણથી ફારેગ થયો, અને પારંગત થઈ ગુરુનું કામ ઉપાડી લીધું. તેમની ચાતુરી જઈ સિદ્ધરાજ જયસિંહ પણ તેમની સલાહ લેતો. અને જૈન હોવા છતાં તેમનો માનમર્તબો જાળવતે તેને સિદ્ધહેમ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ ગ્રંથ મશહૂર છે. ઈ. સ. ૧૧૭૨ (હિ. સ. ૫૬૮)માં તેનું અવસાન થયું.
અજયપાળ સોલંકઃ–ઈ. સ. ૧૧૭૪ થી ઈ. સ. ૧૧૭૭ (હિ. સ. ૧૭૦–હિ. સ. ૫૭૩) કુમારપાળ અપુત્ર હોવાથી તેને ભત્રીજો અજયપાળ રાજા થયો. ૧ એ શિવમાગી હતો અને ઘણે ધર્મચુસ્ત હતા. તેણે જેનધર્મીઓ ઉપર કેર વર્તાવ્યો હતો. કપર્દી નામના જૈન વિદ્વાનને ઊકળતા પાણીમાં ફેંકાવ્યો. રામચંદ્ર નામને એક જૈન વિદ્વાન સાધુ જેણે એકસો ગ્રંથ રચ્યા હતા તેને તપાવેલા તાંબાના પતરા પર બેસાડી મારી નાખ્યો. કુમારપાળનાં બંધાવેલાં ઘણાં મંદિર તેડાવી પાડ્યાં. જેનેના સરદારની ક્તલ કરી અને દરબારના ઉત્તમ અને મુત્સદ્દી સરદાર બાહડ (વાટ)ને મારી નાખ્યો. આખરે વિજયદેવ નામના એક સિપાઈએ કટાર મારી તેને પ્રાણ લીધે.
મૂળરાજ બીજો–ઈ. સ. ૧૧૭૭ થી ઈ. સ. ૧૧૯ (હિ. સ. ૫૭૩–હિ. સ. ૫૭૫) અજયપાળ પછી તેને પુત્ર મૂળરાજ તખ્તનશીન થયો. તે બહુ નાનો હતો, તેથી તેની મા નાયિકાદેવી રાજ્ય ચલાવતી હતી, પરંતુ ખરે કર્તાહર્તા તેના કાકે ભીમદેવ હતો. ૨
૧. તારીખે ગુજરાત, પૃ. ૧૮૫માં અજયપાળને ભત્રીજે એટલે કે કુમારપાળના ભાઈ મહીપાળને પુત્ર એમ લખ્યું છે.
૨. તારીખે ગુજરાતના કર્તાએ એ મૂળરાજને ભાઈ હતો એમ લખ્યું છે. જે આ વાત સત્ય હોય તે આ સગીર છોકરાને બદલે તે જ તખ્તનશીન થાત. એને અર્થ એ કે સગો ભાઈ ન હ; અથવા તે કાકો જ હતા.