________________
હિંદુઓને સમય
[ ૧૭૫ તે જ લખવું. ભીમદેવ વિશે મારે ખ્યાલ છે કે તેણે મોટામાં મોટી : એ ભૂલ કરી કે જ્યારે ગોરીના હુમલા શરૂ થયા અને હિંદુસ્તાનના મહાન રાજાઓ જેવા કે દિલ્હી, અજમેર, કનોજ, મારવાડ અને આબુએ સંયુક્ત થઈ તેમને મુકાબલે કરવાની કોશિશ કરી ત્યારે તેણે સાફ સાફ ઈન્કાર કર્યો, કારણ કે ચૌહાણ અને સોલંકી વચ્ચે આપસમાં સખત અદાવત હતી. આબુના પરમાર રાજાએ ફાંફા મારવામાં કમી રાખી નહિ, એવા ઈરાદાથી કે કોઈપણ રીતે બંને સુલેહ કરી સંગઠનથી દુશ્મનો સામનો કરે; પરંતુ ભીમે કોઈપણ રીતે રાજી થયો નહિ અને તેણે મગરૂરીથી જવાબ આપ્યો કે પહેલાં ચૌહાણનો વિનાશ કરીશ તે પછી ગોરી સાથે પણ સમજીશ. તે પછીના બનાવાએ આ બેવકૂફી ભરેલા ખ્યાલને રદિયો આપે. અર્થાત પ્રથમ તો ભીમ સોલંકીએ આબુના પરમાર અને અજમેરના ચૌહાણોની તાત તોડી; ત્યારપછી પૃથ્વીરાજ ચૌહાણે (દિલ્હી) સોલંકી રાજનો ચૂરેચૂર કરી નાખ્યો અને ગેરીએ દિલ્હીના ચૌહાણોની અંતિમક્રિયા કરી. કનાજનો રાજા તદન શાંત હૃદયથી આ સર્વ જોતો હતો અને મજાક કરતો રહ્યો. આ કુસંપ અને માંહોમાંહેની તકરારે દેશની સલતનતોને અંત આણ્યો. - એક ઈતિહાસકાર તેમજ હિંદી તરીકે મારા દિલમાં અતિ દુઃખ થાય છે કે આ માંહોમાંહોના ટંટાથી લાખ રૂપિયાની દોલત હિંદની બહાર જતી રહી અને એ જ સબબને લઈને છેલ્લા યુગ સુધી હિંદ પાયમાલ અને કંગાળ થયા કર્યું છે. આજે સ્વરાજ્ય મળ્યું છે તે ટાંકણે હિંદુસ્તાનીઓ એ સમજે અને પિતાના વતનની પડતી અને ગરીબાઈ ઉપર ડાં આંસુ વહાવે તો કેવું સારું !