________________
હિંદુઓને સમય
[ ૧૭૩ મેહમ્મદ સિહાબુદ્દીન ગેરીએ જ્યારે ગુજરાત ઉપર હુમલો કર્યો ત્યારે નાયિકાદેવી રણક્ષેત્રમાં મૂળરાજને ખોળામાં લઈ ફેજને હિંમત આપતી હતી અને તેમને ઉત્તેજી આખરે જીત મેળવી હતી. બે વર્ષ બાદ મૂળરાજ મરણ પામ્યો અને તેના પછી તેને કાકો ગાદીએ આવ્યો. સંભવિત છે કે તે જ કાકાએ પિતાને માટે જગ્યા ખાલી કરવાને મૂળરાજનું નિકંદન કાઢયું હોય.
ભીમદેવ બીજ–ઈ. સ. ૧૧૭૯-ઈ. સ. ૧૨૪૩ (હિ. સ. ૫૫–હિ. સ ૬૪૧). ભીમદેવ ભોળ અને મૂર્ખ હતો તેથી કેટલાક તેને “ભોળા ભીમ" પણ કહેતા. આબુના રાજા જેતસી પરમારને એક ખૂબસૂરત પુત્રી હતી. તે કન્યાના વિવાહ અજમેરના રાજા પૃથ્વીરાજ જોડે થયા હતા. ભીમદેવે તેની ખૂબસૂરતીનાં વખાણ સાંભળી માગું મોકલ્યું. જેતસીએ તેને તુરત જ અજમેર રવાના કરી દીધી. આથી ભીમદેવને ખોટું લાગ્યું અને તેણે ફેજ લઈ અજમેર ઉપર ચડાઈ કરી. પૃથ્વીરાજનો બાપ સોમેશ્વર લડાઈમાં માર્યા ગયે, અને તેની ફેજ હારી ગઈ. ફતેહ મેળવી ભીમદેવ ગુજરાતમાં પાછું આવ્યો. આ ખબર દિલ્હીમાં પૃથ્વીરાજના કાને પડતાં સત્વર તેણે ૬૫૦૦૦નું લશ્કર લઈ ગુજરાત ઉપર ચડાઈ કરી અને ભીમદેવને હરાવી પોતાના પિતાનું વેર લીધું. પરંતુ ખુદ ભીમદેવ હાથમાં આવ્યા નહિ. ઈ. સ. ૧૧૯૩ (હિ. સ. ૫૮૯)ના રમઝાન માસમાં જીવણરાય નામના ભીમદેવના સેનાપતિએ મુસલમાનોના તાબાના હાંસીના કિલ્લા ઉપર હુમલો કર્યો. કુબુદીન તેને રેવાને માટે આવ્યા અને જીવણ રાય પાછો વળ્યો. પરંતુ ઈ. સ. ૧૧૯૪ (હિ. સ. ૧૯૧)માં ગોરી બાદશાહ સિહાબુદીનના સૂબા કુબુદીન એઈબે ગુજરાત ઉપર હુમલે કર્યો અને વિજય મેળવ્યું. કુબુદ્દીનના પાછા ગયા પછી ભીમદેવે અણહીલવાડ અર્થાત પાટણને ફરીથી કન્સે લીધે. ઈ. સ. ૧૧૫ (હિ. સ. ૫૯૨)માં હિંદની સંયુક્ત ફેજનું સંગઠન કરી ભીમદેવે મુસલમાન પાસેથ અજમેર છીનવી લેવાની ઈચ્છા કરી, પરંતુ એ