________________
હિંદુઓને સમય
[૧૬૯ હતો, પરંતુ આબરૂને બહુ ભૂખ્યો હતો. મુસલમાનના હિંદ ઉપર હુમલા જારી રહ્યા તેથી સિદ્ધરાજને થયું કે મુસલમાને કદાચ આ બાજુ આવી ચડે, તેથી મુસલમાન સાથે તેણે સારું વર્તન રાખ્યું. અને તેના સદ્દભાગ્યે મુસલમાને તે સમય દરમિયાન તરફ લક્ષ પણ ન આપ્યું. હિંદુ રાજાઓમાં તે મેગલ સલ્તનતના ઔરંગજેબની જેમ સોલંકી વંશને ચમકદાર હીર હતું. તેના સમયમાં સેલંકી વંશ ઉન્નતિના શિખરે પહોંચ્યો, અને તેના પછી કિસ્મતના ઝાડમાં પડતીના કીડા લાગવા શરૂ થયા.
કુમારપાળ સેલંકીઃ– ઈ. સ. ૧૧૪૩ થી ઈ. સ. ૧૧૭૪ (હિ. સ. ૫૩૮ થી હિ. સ. પ૭૦). સિદ્ધરાજ જયસિંહ અપુત્ર હતો તેથી તેના કાકા ક્ષેમરાજના વંશજોમાંનો કુમારપાળ રાજા થયે. તેના બાપનું નામ ત્રિભુવનપાળ હતું, જે દેવપ્રસાદનો પુત્ર હતો, દેવપ્રસાદ ક્ષેમરાજનો પુત્ર હતો. કંઈ ખાનગી કારણસર સિદ્ધરાજની ઈચ્છા ગાદી કુમારપાળને આપવાની ન હતી અને આ કારણથી વખતોવખત તેણે તેને ગિરફતાર કરવાને ઈરાદો કર્યો હતો, પરંતુ તે હાથમાં આવ્યો નહિ. કુમારપાળે માળવા આવી આશ્રય લીધો અને સિદ્ધરાજનું અવસાન થતાં ગુજરાત તરફ પાછો ફર્યો. તે પચાસ વર્ષની વયે પિતાના બનેવીની સહાયથી તખ્તનશીન થયો. ગાદીએ આવ્યા પહેલાં કુમારપાળને જેન લેકો તરWી સંપૂર્ણ મદદ મળતી હતી. અને આ જ કારણથી તેનું દિલ એ ધર્મ તરફ વધારે વલણ રાખતું હતું. આથી તેણે એવું પણ વચન આપ્યું હતું કે તખ્ત હાસિલ ર્યા બાદ હું જેન થઈ જઈશ. અને ઘણું કરીને આ જ સમયથી તમામ જેનેએ તેને ગાદી અપાવવાને બનતી કોશિશ કરી હતી. કુમારપાળ વચનને સાચે હતો. હકૂમત મળતાં ખરેખર તે જેન થયો અને જૈનની બાર શરતોને સ્વીકાર કર્યો. કેટલાક સરદારોએ બળવો પણ કર્યો છે તેણે દબાવી દીધો અને બળવાખોરોની કતલ કરી, જેમાં તેને પિતાને બનેવી પણ શામેલ હતો. ઉદયપાળ નામને એક સરદાર