________________
૧૬૮]
ગુજરાતનો ઇતિહાસ વિનંતિ કરી. રાજાએ કહ્યું, “નહિ; અત્યારે જ ચારને હાજર કરે. નહિતે બીજા માટે ચેતવણી રૂપ થાય એવી સજા દઈશ.” સિપાઈએ કહ્યું, “તે તે લાચાર છું” રાજાએ કહ્યું કે શું તારી ઈચ્છા એવી છે કે હું હાજર કરું?” તેણે કહ્યું. “હા, છ.” નફરવાલામાં એક કાળી મૂર્તિ હતી. રાજાએ તેની પાસે જઈ કહ્યું, “રાત્રે ફલાણી સ્ત્રીનાં કપડાં ચોરાઈ ગયાં છે; તમે બતાવે કે તે ક્યાં છે. કેટલોક વખત થોભ્યા બાદ તેણે કહ્યું કે ફલાણુ જગ્યાએ તે દટાયેલાં છે, અને પછી તે સ્થાનનું નિશાન બતાવ્યું. લેકે કાઢી લાવ્યા. સિપાઈએ વિનંતિ કરી કહ્યું કે “હજર લક્ષમાં લે તે ચોરને પણ પત્તો લાગી જય, જેથી તેને યોગ્ય સજા થાય.” રાજાએ કહ્યું કે “કાળી મૂર્તિ કહે છે કે તમારો માલ મળી ગયો. હવે ચેરની શી જરૂર ?” સિપાઈએ અતિ લાચારીથી આગ્રહ કર્યો કે “હજૂર, ચોરને તો બતાવો જ.” રાજાએ કહ્યું કે કાળી મૂર્તિ કહે છે કે જે તેની સહીસલામતી હોય તે બતાવું. સિપાઈએ તે બાબતનું વચન આપ્યું. આથી કાળી મૂર્તિએ વણકરનો પત્તો આવે,
જ્યારે તેને દરબારમાં લાવવામાં આવ્યો ત્યારે તેણે ઈન્કાર કર્યા પછી કબૂલ કર્યું. હિંદના રાજાના એલચીઓએ આ સ્થિતિ જોઈ તો દિલમાં ધાસ્તી લાગી. જયસિંહે કહ્યું કે જોયું ? તમારા રાજાને કહે કે જે હું ધારું તે સત્વર તમારું માથું કાપી મંગાવી શકું છું. પરંતુ તમે પણ એક રાજા છો અને તમારું રાજ્ય દૂર છે, તેથી એવી ઈચ્છા રાખતો નથી. પરંતુ હવે પછી કંઈ અનિચ્છિત કાર્ય કરશો તે તેને અન્જામ તમારે જરૂર જ અનુભવો પડશે. એલચીએ આ સર્વ વાત પિતાના રાજાની આગળ કરી ત્યારે તે ડરી ગયો અને પછી ઈનામ તેમજ બક્ષિશ જયસિંહના ઉપર મોકલ્યાં. ખૂનરેઝી વગર સિદ્ધરાજની ઈચ્છા પાર પડી.”
સિદ્ધરાજ ખૂબસૂરત જુવાન હતા, ચતુર અને સ્વભાવે નરમ
૧. જામે હલ હિકારાત-મહમ્મદ
રફી-હસ્તલિખિત, પૃ. ૪૪.