________________
હિંદુઓને સમય
[૧૬૭ અદ્વિતીય મકાન બંધાવ્યું. તે અદ્યાપિ (મોહમ્મદ એફીના સમયે પર્યત) મેજુદ છે.” ઑફીએ સિદ્ધરાજ વિશે એક બીજા બનાવને ઉલ્લેખ કર્યો છે. તે જણાવે છે કે “નહરવાલામાં જયસિંહ નામને તેના સમકાલીનોમાં મહાન રાજા હતા. અને તેની પહેલાં ગુજરાતમાં તેમજ નહરવાલામાં તેના જેવો કેાઈ રાજા ન હતો, અને કેઈએ રાજા હોવાનો દાવો પણ કર્યો ન હતો. (બહુધા ઓફીને કહેવાને ભાવાર્થ મહારાજા શહેનશાહ હેવાન કેઈએ દાવો કર્યો ન હતો એમ હશે.) જ્યારે દુનિયામાં જુદા જુદા ભાગમાં તે વિશેની ખબર પડી ત્યારે હિંદના મહાન રાજાએ એક એલચી તેની પાસે મોકલી પુછાવ્યું કે આજ પર્યત કેાઈ ગુજરાતનો રાજા (શહેનશાહ) થયે જ નથી. તમે કેમ એ દાવો કર્યો ? જે એ તમે ન છોડશે તે એક ઝબરદસ્ત લશ્કર લઈ ગુજરાત વેરાન કરીશ. જયસિંહે એલચીની ખાતર બરદાસ્ત કરી અને એક સુંદર જગ્યા ઉપર ઉતારો આપ્યો. એક રાત્રે રાજા એક સિપાઈનો પહેરવેશ પહેરીને બહાર નીકળી આવ્યું અને એક વેશ્યાના ઘેર પહોંચ્યો. જ્યારે રાત પડી અને તે સૂઈ ગઈ ત્યારે તેનાં કપડાં ચોરી લઈ એક ખાડામાં દાટી દીધાં. પાછા ફરતી વખતે રસ્તામાં એક વણકર મળ્યો જે કપડાં વણતો હતું, તેને ચોરીનું તહોમત પિતાને માથે વહોરવાને સમજાવ્યો, અને કહ્યું કે જે કામ તમે પાર ઉતારશો તે તમને કોઈપણ જાતની તકલીફ રહેશે નહિ અને ઈનામ મળશે. બીજે દિવસે રાજા હાથી ઉપર સવાર થઈને એલચીઓ સાથે નીકળી જંગલ તરફ ચાલ્યો. તેણે રસ્તામાં જોયું કે તે જ સ્ત્રી એક સિપાઈ પાસેથી કપડાંની માગણી કરતી હતી. તેને બોલાવીને પૂછપરછ કરી. સિપાઈએ કહ્યું કે એ કહે છે કે હું સૂઈ ગઈ હતી ત્યારે તમે મારાં કપડાં લઈ ગયા. હું તે ઘરથી બહાર ગયો જ નથી. રાજાએ કહ્યું, રક્ષણ કરવાનું કામ તમારું છે અને તમે એ ફરજ અદા કરી નથી, તેથી તમારે એને અવેજ આપવો જોઈએ. સિપાઈએ એક અઠવાડિયાની મહેતલ માટે